અમદાવાદ: રાજ્યભરમાં તાજેતરમાં ભારે વરસાદની સાથે રોગચાળાની સ્થિતિ હોવા છતાં શનિવારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની વાર્ષિક ચૂંટણીમાં આશરે 50% મતદાન થયું હતું. અમદાવાદની ઉદ્યોગ સંસ્થાની કચેરી ખાતે સવારે 8.30થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન યોજાયું હતું, જેના માટે રાજ્યના વિવિધ ભાગોના લોકો મત આપવા આવ્યા હતા. GCCIના લગભગ 3200 સભ્યોએ મતદાન કરવા નોંધણી કરાવી હતી. GCCIના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાના તમામ પગલાંઓનો અમલ કરવામાં આવ્યો હતો.મતદાન પૂરું થયા પછી તરત જ ઉદ્યોગ મંડળની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ હતી. મેઘમણી ઓર્ગેનિકસના મેનેજિંગ ડિરેક્ટર નટુભાઇ પટેલે જીસીસીઆઈના નવા પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો હોવાથી વાર્ષિક ઓડિટ કરેલા હિસાબ સભ્યો સમક્ષ રજૂ કરાયા હતા. મત ગણતરી અને પરિણામો રવિવારે સવારે 10.30 વાગ્યા આસપાસ શરૂ થશે. GCCIમાં છેલ્લા બે વર્ષથી મતદાન થયું ન હતું કારણ કે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા.

રાજ્યના સર્વોચ્ચ ઉદ્યોગ મંડળમાં આ વખતે વાઈસ પ્રેસિડેન્ટ અને સીનિયર વાઈસ પ્રેસિડેન્ટની મુખ્ય પોસ્ટ્સ માટે જોરદાર હરિફાઇ ચાલી રહી છે. ચૂંટણી માટે સંયુક્ત રીતે પ્રચાર કરવા ઉમેદવારો દ્વારા પ્રગતિ પેનલ અને આત્મનિર્ભર પેનલની રચના કરવામાં આવી હતી. નવીન ગ્રુપ (લોજિસ્ટિક્સ ફર્મ )ના અધ્યક્ષ હેમંત શાહ સામે સીનિયર વાઈસ પ્રેસિડેન્ટના પદ માટે આત્મનિર્ભર પેનલનું નેતૃત્વ કરનારા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન (GTF)ના પ્રમુખ જયેન્દ્ર તન્ના મેદાનમાં છે. જ્યારે વાઈસ પ્રેસિડેન્ટના પદ માટે ગુજરાત ભાજપના બિઝનેસ સેલના કન્વીનર ભાવેશ લાખાણી Aries Industriesના સ્થાપક કે. આઇ. પટેલ સામે મેદાનમાં છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube