થોડા સમય પહેલા સુરત શહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની તેના એકતરફી પ્રેમી ફેનીલ ગોયાણીએ તેની હત્યા કરી દીધી હતી, ત્યારબાદ કોર્ટમાં ફેનિલ વિરુદ્ધ કેસ ચાલી રહ્યો હતો અને હાલમાં બંને પક્ષની દલીલો પૂર્ણ થતા કોર્ટે ફેનિલને ફાંસીની સજા આપી હતી, ગ્રીષ્માને ન્યાય મળ્યો એટલે પરિવારના લોકોએ રામધૂનનું પણ આયોજન કર્યું હતું.
ગ્રીષ્માના ઘરે રામધૂનના કાર્યક્રમમાં ઘણા બધા લોકો હાજર રહ્યા હતા અને આ રામધૂનના કાર્યક્રમમાં હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા, આ કાર્યક્રમમાં ગ્રીષ્માની બહેનએ સ્ટેજ પર જઈને તેરી લાડલી મેં ગીત ગાયું તો ત્યાં હાજર દરેક લોકો ગમગીન થઇ ગયા હતા અને આ ગીત સાંભળીને ત્યાં હાજર દરેક લોકો ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.
ગ્રીષ્માની બહેન આ ગીત ગાતા ગાતા એટલી બધી ભાવુક થઇ ગઈ હતી કે તે પણ આ ગીત ગાતા ગાતા રડી પડી હતી એટલે તે ગીત પૂરું કરી શકી ન હતી, ત્યારબાદ ગ્રીષ્માની બહેન ગ્રીષ્માના પિતાને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી, ત્યાં હાજર બધા લોકો અને વિડિઓ ઉતારતી બીજી દીકરીઓ પણ ચોધારા આંસુએ રડી પડી હતી.
આ કાર્યક્રમમાં હાજર હર્ષ સંઘવી પણ તેમના આંસુ રોકી શક્યા ન હતા અને તેમને ગ્રીષ્માની બહેનના માથા પર હાથ પર મૂકીને તેને પાણી પીવડાવીને તેને છાની રાખીને તેને સંભાળી હતી,
આ કાર્યક્રમમાં હાજર બધા લોકો ભાવુક થઈને આ દશ્યો જોઈને ત્યાં હાજર બધા લોકો રડી પડ્યા હતા, ત્યારબાદ હર્ષ સંઘવીએ ગ્રીષ્માના માતાપિતાને પણ આશ્વાન આપીને સાંત્વના આપી હતી. અંતે ગુજરાતની લાડલી દીકરી ગ્રીષ્મા વેકરીયાને ન્યાય મળ્યો તો તેના માતાપિતા દીકરીને યાદ કરીને ચોધારા આંસુએ રડી પડ્યા હતા.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.