આપણે દરેક લોકો સુરત શહેરના પાસોદરામાં બનેલી ઘટના વિષે તો જાણીએ જ છીએ, સુરત શહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની એક દીકરીની તેના એકતરફી પ્રેમી ફેનિલ ગોયાણીએ જાહેરમાં હત્યા કરી દીધી હતી, તેથી ફેનિલ વિરૂઘ્ધ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને હાલમાં બંને પક્ષની દલીલો પૂર્ણ થતા કોર્ટે ફેનિલ ગોયાણીને ફાંસીની સજા આપી હતી.
તે સમયે કોર્ટમાં ગ્રીષ્માનો પરિવાર પણ હાજર રહ્યો હતો અને ફેનિલને જયારે કોર્ટે ફાંસીની સજા જાહેર કરી તે સમયે ગ્રીષ્માનો આખો પરિવાર રડી પડ્યો હતો. ગ્રીષ્માના પરિવારના લોકોની ફાંસીની માંગ પુરી થતા ગ્રીષ્માના પરિવારના લોકોએ પોલીસ જવાનોનો અને મદદ કરનાર દરેક લોકોનો આભાર માન્યો હતો.
ત્યારબાદ ગ્રીષ્માના કાકી રાધિકાએ જણાવ્યું હતું કે અમારી લાડકી ગ્રીષ્માને ન્યાય મળ્યો એટલે ગ્રીષ્માની માતા પણ તેમની દીકરી ગ્રીષ્માને યાદ કરીને રડી પડી હતી અને એક પણ શબ્દ બોલી શકી ન હતી, ગ્રીષ્માનું મૃત્યુ ફેનિલે 12 ફેબ્રુઆરીના રોજ કર્યું હતું અને ૫ મે ના રોજ ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા આપી હતી.
તો પણ ફેનિલના ચહેરા પર કોઈ પણ જાતનો ડર કે અફસોસ લાગતો ન હતો, તે સમય દરમિયાન કોર્ટમાં બંને પક્ષના વકીલ સાથે ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યા હતા, ફેનિલને સજા જાહેર કર્યા બાદ ગ્રીષ્માનો આખો પરિવાર ગ્રીષ્માને યાદ કરીને રડી પડ્યો હતો અને ફેનિલને ફાંસીની સજા બાદ તેમને મદદ કરનારા તમામ લોકોનો ગ્રીષ્માના પરિવારના લોકોએ આભાર માન્યો હતો.
કોર્ટનો આ ચુકાદો સાંભળ્યા પછી ગ્રીષ્માના પિતા નંદલાલભાઈએ જણાવ્યું હતું કે કોર્ટના આ ચૂકાદાથી અમને સંતોષ છે અને આખરે અમારી દીકરીને ન્યાય મળ્યો એટલે આજે ગ્રીષ્માના માતાપિતા અને પરિવારના લોકો તેમની દીકરીને યાદ કરીને રડી પડ્યા હતા.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.