• સરકાર ગ્રેચ્યુઇટી ચૂકવણી માટેની સમયમર્યાદા 5 વર્ષથી ઘટાડીને 1 થી 3 વર્ષ કરવાની વિચારણા થઈ રહી છે
  • શ્રમ અંગેની સંસદીય સમિતિએ રિપોર્ટમાં તેને ઘટાડવાની ભલામણ કરી છે

દિલ્હી. કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટેની ગ્રેચ્યુઇટી ચૂકવણીના નિયમોમાં ફેરફારની વિચારણા કરી રહી છે. આ અંતર્ગત સરકાર કર્મચારીઓ માટેની ગ્રેચ્યુઇટી ચૂકવણીની સમયમર્યાદા 5 વર્ષથી ઘટાડીને 1 વર્ષથી 3 વર્ષ કરવાની વિચારણા કરી રહી છે.

સંસદીય સમિતિએ શ્રમ અંગે તાજેતરના જમા કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રેચ્યુઇટી ચૂકવણી માટેની પાત્રતાની મુદત 5 વર્ષથી ઘટાડીને 1 વર્ષ કરવી જોઇએ. ગ્રેચ્યુઇટી ચૂકવણી માટેની પાત્રતાની અંતિમ તારીખ ઘટાડવાની સતત માગને ધ્યાનમાં રાખીને આ અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

5 વર્ષનો નિયમ કેમ બનાવવામાં આવ્યો હતો?
ગ્રેચ્યુઇટી માટેની 5 વર્ષની મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જેથી, લોકો એક જ કંપનીમાં લાંબા સમય સુધી કામ કરી શકે. પરંતુ હવે કર્મચારીઓ તેમના ગ્રોથને ધ્યાનમાં રાખીને કંપની અથવા સંસ્થામાં 5 વર્ષ રોકાતા નથી. તેથી, આ સમયગાળો ઘટાડવાનું વિચારવામાં આવી રહ્યું છે.

ગ્રેચ્યુઇટી એટલે શું?
કર્મચારીને ચૂકવવામાં આવતી ગ્રેચ્યુઇટી કંપનીમાં કર્મચારીના કામ કરેલા વર્ષના આધારે દર વર્ષે 15 દિવસના પગારના આધારે ચૂકવવામાં આવે છે. કંપનીમાં કર્મચારીએ સતત 5 વર્ષ પૂર્ણ કર્યા પછી જ આ પેમેન્ટ આપવામાં આવે છે. સામાન્ય રીતે, જ્યારે કોઈ કર્મચારી નોકરી છોડી દે અથવા તેને નોકરીમાંથી કાઢી નાખવામાં આવે અથવા તો વ્યક્તિ નિવૃત્ત થાય ત્યારે આ રકમ આપવામાં આવે છે.

આ સિવાય, કોઈ કારણસર કર્મચારીનું મૃત્યુ થાય અથવા માંદગી અથવા અકસ્માતને કારણે નોકરી છોડી દેવી પડે તો તેને અથવા તેના નોમિનીને ગ્રેજ્યુટીની રકમ મળે છે. ગ્રેચ્યુઇટી પેમેન્ટ એક્ટ 1972ના નિયમો અનુસાર, ગ્રેચ્યુઇટીની રકમ મહત્તમ 20 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

આ કાયદા હેઠળ કઇ સંસ્થા આવે છે?
એવી કોઈપણ સંસ્થા જ્યાં છેલ્લા 12 મહિના દરમિયાન કોઇપણ એક દિવસ 10 કે તેથી વધુ કર્મચારીઓએ કામ કર્યું હોય તે કંપનીને ગ્રેચ્યુઇટી પેમેન્ટ એક્ટ હેઠળ આવરી લેવામાં આવે છે. એકવાર તે કંપની આ એક્ટ હેઠળ આવી જાય પછી ભલે કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 10 કરતાં ઓછી થઈ જાય તો પણ તે આ એક્ટ હેઠળ કાયમ રહે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube