ગ્રહો તમારા સંબંધો બગાડે પણ છે અને સુધારે પણ છે – જાણો શું છે ગ્રહોનું સંબંધો સાથેનું કનેક્શન

જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે ગ્રહોનો સંબંધ આપણા પ્રત્યક્ષ જીવન સાથે જોડાયેલો છે. આ ગ્રહ આપણા
અંગત અને સાર્વજનિક જીવનના વિવિધ પાસાઓ સાથે જોડાયેલા છે. જેમ કે સૂર્ય ગ્રહનો સંબંધ પિતા
સાથે છે તો ચંદ્રમાનો સંબંધ માતા સાથે છે. મંગળ નાના ભાઈ બહેનને દર્શાવે છે. તેવી જ રીતે અન્ય
ગ્રહોનો સંબંધ પણ આપણા કોઈને કોઈ સંબંધ સાથે જોડાયેલો છે. તો ચાલો જાણીએ કે ગ્રહો અને
તેમનો આપણા જીવનમાંના સંબંધો સાથેના કનેક્શન વિશે.
સુર્યનું સંબંધો સાથેનું કનેક્શન

સૂર્ય સીધી જ રીતે પિતા સાથેના આપણા સંબંધ સાથે જોડાયેલો છે. જો કોઈ વ્યક્તિ પોતાના પિતાનું
સમ્માન નથી કરતી, વાતે વાતે તેમની સાથે તેની ચડભડ થતી રહે છે અને વૈચારિક અસમાનતા પણ
તેમના વ્યવહારમાં લાવીને તેમની સાથેના પેતાના સંબંધને ખરાબ કરી લે છે, આમ કીરને તે વ્યક્તિ તો
સીધી જ રીતે પોતાના સૂર્યને નબળો બનાવે છે. કુંડલીમાં સૂર્યની સ્થિતિ જોઈ જાતકના પિતાના
વ્યક્તિત્ત્વને પણ જાણી શકાય છે. બની શકે કે પિતા કડક હોય, ગુસ્સાવાળા હોય અથવા તો તેમનો
વ્યવહાર રુક્ષ હોય. તેવામાં દીકરો કે દીકરી જો તેમને સમ્માન ન આપતા હોય, પોતાને તેમનાથી દૂર કરી
લેતા હોય અથવા અપમાનિત કરતા હોય તો તે પોતે પોતાના જ સૂર્યને ખરાબ કરી રહ્યા છે તેવું માનવું.
તેનાથી તે કેટલાએ પ્રકારની બિમારીઓનો શિકાર બની શકે છે, ઉન્નતી નથી કરી શકતા, દરેક સમયે
તાણમાં રહે છે અથવા તો આર્થિક મુશ્કેલિઓનો શિકાર બનતો રહે છે. હંમેશા લોકો જ્યોતિષ પાસે આ
જ સમસ્યાઓ લઈને જતા હોય છે. સૂર્યને ખુશ કરવાના ઉપાય પણ કરે છે, કોઈ સૂર્યને જળ ચડાવે છે તો
વળી કોઈ તાંબાના વાસણમાં પાણી પીવે છે તો વળી કોઈ તાંબાના કડા પહેરે છે. પણ તે બધા જ ઉપાય
ત્યાં સુધી અસર નહીં કરે જ્યાં સુધી તેના પોતાના પિતા સાથેના સંબંધ મધુર નહીં થાય અથવા તો જ્યાં
સુધી તે પોતાના પિતાનો આદર નહીં કરે.
સંબંધો પર ચંદ્રમાનો પ્રભાવ

તેવી જ રીતે ચંદ્ર ગ્રહ સાથે પણ છે. અહીં પિતાની જગ્યા મા સાથેના સંબંધ ખરાબ હોવાથી ચંદ્રમા પર
પણ તેની ખરાબ અસર થાય છે. આ ખુબ જ સ્વાભાવિક સત્ય છે કે જે માતાએ પોતાના બાળકને જન્મ
આપ્યો, કેટલીએ મુશ્કેલીઓ ઉઠાવીને તેને મોટું કર્યું, તે માતા સાથે જો તે દુર્વ્વહાર કરે, તેને અપમાનિત
કરે તો તેનાથી તમારો જ ચંદ્ર તમારાથી નારાજ રહશે અને તમારે માનસિક બિમારીઓનું પણ શિકાર
બનવું પડશે. તમારી પ્રગતિ અટકી જશે અને તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. માટે જ
તમારા ચંદ્રને મજબુત બનાવવા માટે તમારે તમારી માતા સાથે હંમેશા સારું વર્તન કરવું જોઈએ અને
તેમની સાથેના સંબંધો પણ મધુર રાખવા જોઈએ.
મંગળ ગ્રહનું તમારા કુટુંબ સાથેનું કનેક્શન

આમ દરેક સંબંધનો સંબંધ કોઈને કોઈ ગ્રહ સાથે જોડાયેલો છે. મંગળના કારણે તમારા સંબંધો
સાસરીવાળા સાથે અને તમારા કાકા, કાકી, મોટા પપ્પા વિગેરે સંબંધીઓ સાથે સારા ખરાબ રહે છે.
મંગળ તમારા નાના ભાઈ બહેન અને તેમની સાથેના બગડેલા સંબંધો તરફ ઇશારો કરે છે. સારો મંગળ
તમારા મિત્ર મંડળથી પણ તમારા સંબંધોને મજબૂત બનાવે છે જેમાં યુવાન મિત્રો અને સહયોગીઓની
સંખ્યા વધારે હોય. માટે જો તમે તમારા પારિવારિક તેમજ મિત્રો સાથેના સંબંધો સારા રાખશો તો
તમારો મંગળ પણ મજબુત બનશે.
બુધ, ગુરુ અને શુક્રનું સંબંધો સાથેનું કનેક્શન

બુધ ગ્રહના કારણે ભાઈ, બહેન, મામા, મામી અને તમારા વિરોધીઓ સાથેના સંબંધો પણ સારા તેમજ
ખરાબ થઈ શકે છે. ગુરુ એટલે કે બૃહસ્પતિ અને શુક્ર તમારા સંબંધો તમારા જીવનસાથી અને તમારા
મિત્રો સાથેના સંબંધો સારા કે ખરાબ કરી શકે છે.

શનિ અને રાહુ-કેતુનું સંબંધો સાથેનું કનેક્શન
શનિના કારણે પણ પિતા, સાસુ, સસરા, દીકરો, દીકરી, અને મિત્રો સાથેના તમારા સંબંધો સુધરી પણ
શકે છે અને બગડી પણ શકે છે. રાહુ દાદા માટે છે અને કેતુ નાના માટે છે. રાહુનો સંબંધ તમારા દાદાની
સાથે સાથે સાસરી પક્ષના લોકો સાથે પણ જોડાયેલો છે. તેમની સાથે સારા સંબંધો તમારા જીવનમાં
આકસ્મિક લાભ અને પ્રગતિના અવસર લાવી શકે છે. આ રીતે તમારા બધા જ નવ ગ્રહ કોઈને કોઈ રીતે
સંબંધો સાથે જોડાયેલા છે.
શું છે તેનો ઉપાય ?

લોકો દરેક ગ્રહને પોતાના મન પ્રમાણે કરવા માટે દરેક પ્રકારના રત્નો પહેરે છે, ઘણા પ્રકારના ઉપાયથી
લઈને પૂજા પાઠ અને વિધિ પણ કરાવતા હોય છે, પણ પોતાના સંબંધોમાં મિઠાશ લાવવા માટે પણ
તમારે આ જ બધા ગ્રહોને પોતાના માટે સકરાત્મક અસર આપનારા બનાવી શકાય છે. તેના માટે તમારે
તમારા વ્યવહારમાં શાલિનતા અને નમ્રતા લાવવાની જરૂર છે, તમારી સહનશક્તિને તમારે મજબૂત
બનાવવી જોઈએ અને બીજાને માફ કરતા શીખવું જોઈએ અને જરૂર પડ્યે તમારી ભૂલનો સ્વિકાર કરીને
તમારે તેની માફી પણ માગી લેવી જોઈએ. તમારી આ જ વ્યવહારુતા તમને આજના મુશ્કેલ સમયમાં
ખૂબ જ સામાજિક અને પ્રતિષ્ઠિત બનાવી શકે છે. માટે મનની ગાંઠો ખોલી દો અને ખુલ્લા મન
મસ્તિષ્કથી તમારા સંબંધોનું કનેક્શન મજબુત બનાવો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.