ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે નાવિકના 358 પદોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી નાવિક (જનરલ ડ્યુટી), નાવિક (લોકલ બ્રાન્ચ) અને યાન્ત્રિક માટે કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી 19 જાન્યુઆરી, 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
પદોની સંખ્યા:358
નાવિક (જનરલ ડ્યુટી) | 260 |
નાવિક (લોકલ બ્રાન્ચ) | 50 |
યાન્ત્રિક | 48 |
યોગ્યતા
ઉમેદવારોએ કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા ઈન્સ્ટિટ્યુટથી મિનિમમ 50% સાથે 10 પાસ કરેલું હોવું જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સંબંધિત વધુ જાણકારી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.
ઉંમર સીમા
આ પદો માટે અરજી કરનાર ઉમેદવારોની સંખ્યા ઉંમર 01 એપ્રિલ, 2021 સુધી 18થી 22 વર્ષની હોવી જોઈએ. અર્થાત જે ઉમેદવારોનો જન્મ 01 એપ્રિલ 1999થી 31 માર્ચ 2003 વચ્ચે થયો છે તે યોગ્ય ગણાશે. ST અને SC ઉમેદવારોને 5 વર્ષ અને OBC ઉમેદવારોને ઉંમર સીમામાં મેક્સિમમ 3 વર્ષની છૂટ આપવામાં આવી છે.
આવક
પસંદગી પામેલા ઉમેદવારોને 7મા CPCના લેવલ 3 પ્રમાણે, 21,700 રૂપિયા પ્રતિ મહિને આવક મળશે.
એપ્લિકેશન ફી
જનરલ: 250 રૂપિયા
રિઝર્વ કેટેગરી: કોઈ ફી નહિ
આ રીતે અરજી કરો
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી 5 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2020 સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે.
સિલેક્શન પ્રોસેસ
આ પદો પર ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ફિઝિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.