પશુપાલન અને ખેડૂત બન્ને એકબીજા સાથે જોડાયેલ છે. ખેડૂતોના વિકાસ માટે ગુજરાત સરકાર વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. Agriculture  cooperation department, Gujarat Government દ્વારા ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ દ્વારા ખેડૂત લક્ષી યોજના 2021 માહિતી આંગળીના ટેવરે મેળવી શકે છે. આ ખેડૂત પોર્ટલ પર ખેડૂત યોજના, ખેતીવાડી ની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્ય પાલનની યોજનાઓ વગેરેની Online Application  કરી શકે છે. જેમાં આ આર્ટીકલ દ્વારા પશુપાલનની યોજનાઓમાં પશુ ખાણદાણ સહાય યોજનાની માહિતી આપીશું.

પશુ ખાણદાણ સહાય યોજનાના મુખ્ય મુદ્દાઓ

પશુધન સહાય યોજના 2021

Gujarat ના પશુપાલકો પોતાના વિસ્તારની દૂધ ઉત્પાદક મંડળીમાં રાહત દરે પશુદાણ મેળવી શકે છે. આ યોજના માટે લાભાર્થી દૂધ મંડળીનો સભ્ય હોવો જોઈએ. લાભાર્થી પશુપાલકના ગાય-ભેંસ કે અન્ય પશુઓના વિયાણ થયેલ હોય તેમને 50% કિંમતે પશુદાણ આપવામાં આવશે.

ikhedut portal Pashu Khandan નો હેતુ

રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને આત્મનિર્ભર બને તેવું ગુજરાત સરકારનું આયોજન છે. જેના માટે Government of Gujarat દ્વારા પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર સીધી સહાય આપવામાં આવશે. જેથી પશુપાલકો પોતાના પશુઓની સારી માવજત કરી શકે.

પશુ ખાણ દાણ સહાયની પાત્રતા

 • અરજદાર ખેડૂત અથવા પશુપાલક હોવો જોઈએ.
 • પશુપાલક પાસે ગાય-ભેંસ તથા અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
 • પશુપાલકોના ગાય-ભેંસના વિયાણ થયેલા હોવા જોઈએ.
 • અરજદાર દૂધ મંડળીમાં સભાસદ હોવો જોઈએ.
 • પશુપાલક લાભાર્થી આર્થિક રીતે નબળા(EWS),OBC, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ અને સામાન્ય જાતિના લોકોને લાભ મળશે.
 • i khedut હેઠળ આ યોજનાનો લાભ લેવા માટે અગાઉ ક્યારે લાભ લીધો હતો તેની વિગતો દર્શાવવાની રહેશે.
 • Khedut Portal દ્વારા આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 • Khandan નું વિતરણ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા વિતરણ કરવાનું રહેશે.

Highlight Point of i khedut portal Pasu Khan Dan Yojana

યોજનાનું નામ પશુ ખાણદાણ સહાય યોજના ( i khedut )
ભાષા ગુજરાતી અને English
ઉદ્દેશ પશુપાલક 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50 % ની સહાય આપવામાં આવે છે.
લાભાર્થી ગુજરાતના પશુપાલકોને
સહાયની રકમ પશુ ખાણદાણની ખરીદી પર 50% સહાય
ikhedut પોર્ટલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/
સીધી ઓનલાઈન અરજીના
Page પર જવા માટે
Click કરો.
અરજી કરવાની છેલ્લી તારીખ 30/09/2021 સુધી ઓનલાઈન અરજી થશે

પશુ ખાનદાન યોજનાનો લાભ 

ગુજરાતના નાગરિકોની આ યોજનાનો લાભ મળશે. જે પશુપાલકો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદ હોય તેમને ikhedut portal 2021 ની આ યોજનાનો લાભ મળશે.

 • પશુપાલક દીઠ 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50 % ની સહાય આપવામાં આવે છે.
 • એક પશુપાલકને 150 કિગ્રા સુધી ikhedut portal subsidy નું ખાણદાણ આપવામાં આવશે
DMS-1 ST જાતિ માટે અ.જ.જાતિના લાભાર્થીઓને લાભાર્થી દીઠ 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50 % ની સહાય સાથે આપવામાં આવશે.
DMS-1 SC. માટે અ.જાતિના લાભાર્થીઓને લાભાર્થી દીઠ 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50 % ની સહાય સાથે આપવામાં આવશે.
DMS-1 સામાન્ય જ્ઞાતિઓ માટે સામાન્ય જાતિના સભાસદ પશુપાલકોના લાભાર્થી દીઠ 150 કિલોગ્રામ પશુ ખાણ દાણ 50 % ની સહાય સાથે આપવામાં આવશે.

પશુ ખાણ દાણ યોજના માટે Document

ikhedut portal દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં 2021-22 વિવિધ સરકારી યોજનાઓના Online Arji કરવાના ચાલુ થયેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના Document જોઈશે.

1. પશુપાલક વિયાણ થયેલ પશુઓ ધરાવતો હોવો જોઈએ.

2. દૂધ મંડળી ખાતે સભાસદ હોવો જોઈએ.

3. રેશનકાર્ડની ઝેરોક્ષ

4. અનુસૂચિત જાતિ(એસ.સી)  અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી)નું પ્રમાણપત્ર (જો હોય તો)

5. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)

6. પશુપાલકનું આધારકાર્ડ

Pasu Khan Dan માટે લક્ષ્યાંક

કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર  દ્વારા i khedut  પર વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. પશુપાલકોને આ યોજનાનો લાભ આપવા માટે નિશ્વિત લક્ષ્યાંક આપેલો છે. જેને ધ્યાને રાખીને લાભાર્થી પશુપાલકોની ઓનલાઈન અરજીઓને માન્ય રાખવામાં આવશે અને khedut sahay  આપવામાં આવશે.

ST જાતિ માટે અ.જ.જાતિના લાભાર્થીઓ માટે વર્ષ 2021-22 માટે સંભવિત લક્ષ્યાંક કુલ- 19964 નક્કી થયેલો છે.
SCમાટે અ.જાતિના લાભાર્થીઓ માટે વર્ષ 2021-22 માટે સંભવિત લક્ષ્યાંક કુલ- 9984 નક્કી થયેલો છે.
સામાન્ય જ્ઞાતિઓ માટે સામાન્ય જાતિના લાભાર્થીઓ માટે વર્ષ 2021-22 માટે સંભવિત લક્ષ્યાંક કુલ- 112655 નક્કી થયેલો છે.

ikhedut પોર્ટલ નોંધણી

ગુજરાત પશપાલકો ikhedut portal 2021 ની યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. પશુપાલકો ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી, તાલુકા કચેરીમાંથી, ઓનલાઈન કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે ખેડૂત નોંધણી કરાવી શકે છે. આ યોજનાની અરજી ઘરેથી પણ કરી શકાય છે.

ikhedut પોર્ટલ ઓનલાઇન નોંધણી | ગુજરાત ડિજિટલ પોર્ટલ | પશુપાલન યોજના | હું ખેડૂત પોર્ટલ
માહિતી સ્ત્રોત: Ikhedut સત્તાવાર ગુજરાત સરકારની વેબસાઇટ
 • અરજદારે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
 • જેમાં https://ikhedut.gujarat.gov.in/  Website Open કરવી.
 • Khedut website ખોલ્યા બાદ “Yojana” પર ક્લિક કરવું.
 • યોજના પર ખોલ્યા બાદ નંબર-2 પર આવેલી “પશુપાલન ની યોજનાઓ” ખોલવું.
 • “Pashupalan Yojana” Open કર્યા બાદ વિવિધ યોજનાઓ  બતાવતી હશે.
ગુજરાત સરકારની યોજનાઓ હું પોર્ટલ પગલાંઓ khedut | સરકાર યોજના યાદી |
Information Source : I khedut Official Gujarat Government Website
 • જેમાં આપની જ્ઞાતિ અનુસાર “પશુપાલકોના પશુઓ માટે ખાણ ખરીદી પર સહાય” માં “અરજી કરો”
 • આગળ તમે રજીસ્ટર અરજદાર પશુપાલક છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
i khedut portal | આઈ ખેડૂત પશુપાલન યોજના | ખેડૂત યોજના | મુખ્યમંત્રી કિસાન સહાય યોજના | 
શ્રમયોગી સહાય યોજના | કોરોના સહાય યોજના
માહિતી સ્ત્રોત: Ikhedut સત્તાવાર ગુજરાત સરકારની વેબસાઇટ
 • પશુપાલકે રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કર્યા પછી Online Arji કરવાની રહેશે.
 • પશુપાલક લાભાર્થી i portal khedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Application કરવાની રહેશે.
 • પશુપાલક દ્વારા તમામ માહિતી ધ્યાનપૂર્વક ભર્યા બાદ Application Save કરવી.
ikhedut application | Online arji | આઈ ખેડૂત યોજના । ખેડૂત નોંંધણી। ikhedut arji print | ખેડૂત લક્ષી યોજના । સરકારી યોજના । કૃષિ સહાય ।
માહિતી સ્ત્રોત: Ikhedut પોર્ટલ સત્તાવાર ગુજરાત સરકાર વેબસાઇટ
 • લાભાર્થી દ્વારા પોતાની અરજીની વિગતો ચકાસીને Application Confirm કરવાની રહેશે. અરજી કન્‍ફર્મ થયા પછી અરજી નંબરમાં કોઈપણ પ્રકારનો સુધારો કે વધારો થશે નહીં.
 • પશુપાલક એપ્લિકેશનના આધારે Print મેળવી શકશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

આઈ ખેડૂત પશુપાલન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે તારીખ-01/09/2021 થી 30/09/2021 સુધી કોઈપણ જગ્યાએથી Online Application કરી શકશે.

ikhedut પોર્ટલ એપ્લિકેશન સ્થિતિ

ikhedut ના માધ્યમ દ્વારા પશુપાલક કે ખેડૂત દ્વારા કોઈપણ યોજનાની ઓનલાઈન અરજી કરેલી હોય અને તેની સ્ટેટસ જાણવું હોય તો તેના માટે કચેરી રૂબરૂ જવાની જરૂર નથી. લાભાર્થી પોતાના મોબાઈલના માધ્યમ દ્વારા એપ્લિકેશન Status જાણી શકે છે.

પશુપાલન યોજના એપ્લિકેશન પ્રિન્ટ

પશુપાલક દ્વારા કરેલ i khedut portal પરની યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ જાતે પ્રિન્‍ટ મેળવવાની હોય છે. આ પ્રિન્‍ટ કાઢીને નજીકના દૂધ-ઉત્પાદક મંડળીના તથા સંબંધિત અધિકારીશ્રી પાસે સહી-સિક્કા કરાવવાના રહેશે. એપ્લિકેશન પ્રિન્‍ટ નીચે આપેલા બટન પરથી મેળવી શકાશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube