વર્તમાન સમયમાં વધતા પ્રદૂષણ અને તેલની વધારે કિંમતોના કારણે દેશમાં CNG ગેસથી ચાલતી ગાડીઓની સંખ્યા સતત વધી રહી છે. જ્યાં એક તરફ સરકારનો ક્લીન એનર્જી પર ફોકસ વધ્યો છે. તો બીજી તરફ ઓટો કંપનીઓ પણ ક્લીન ફ્યૂલથી ચાલનાર વાહનોની તરફ શિફ્ટ કરી રહી છે. એવામાં પોતાનો CNG પંપ શરૂ કરવો કોઈ મોટો નફો કરવાનો સોદો થઈ શકે છે. જો તમે પણ CNG પંપ ખોલવા માગો છો તો તમારી પાસે સોનેરી તક છે. સરકાર આગામી કેટલાક વર્ષમાં દેશભરમાં CNG પંપ માટે લગભગ 10 હજાર નવા લાઈસન્સ આપી રહી છે. તો આવો તમને જણાવીએ તેની સંપૂર્ણ પ્રોસેસ…
બે પ્રકારે થાય છે કમાણી
CNG પંપ લગાવવા માટે સૌ પ્રથમ કંપનીઓ જમીનની ડિમાન્ડ કરે છે. કંપનીઓ જમીન લીઝ પર લે છે. એવામાં તમારી પાસે કમાણીની પ્રથમ તક જમીન લીઝ પર આપીને મળશે. બીજી રીત તમે જમીન પર ખુદ પણ ડીલરશિપ લઈ શકો છો. તે માટે કંપનીઓ પાર્ટનરશિપ કરે છે. જેથી તે લેંડલિંક CNG સ્ટેશન પોલિસી કહે છે. બધી કંપનીઓ પોતાની જરૂરિયાત પ્રમાણે સ્ટેશન માટે ટેંડર કાઢે છે. જેમાં લોકેશન સહિત બીજી રિક્વાયરમેન્ટ આપવામાં આવે છે. તેના આધાર પર તમે અરજી કરી શકો છો. ટેંડર માટે આ કંપનીઓની વેબસાઈટ પર જાણકારી લઈ શકાય છે.
આ લોકોને મળશે છૂટ
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હાલમાં જ કહ્યુ છે કે, નાના સ્ટાર્ટ-અપ મોટી ઓઈલ એન્ડ માર્કેટિંગ કંપનીઓની સાથે ટાઈ-અપ કરી રિલેક્સેશન પોલિસી હેઠળ પણ છૂટ મેળવી શકે છે. સાથે જ કોઈપણ વિદેશની કંપની જો રોકાણ કરવા માગે છે તો તે રોકાણ કરી શકે છે.
જો તમારી જમીન ન હોય તો
જો જમીન તમારી પોતાની નથી તો તમારે જમીન માલિક પાસેથી એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડશે. તમે તમારા પરિવારના કોઈ સભ્યની જમીન લઈને CNG પંપ માટે પણ અરજી કરી શકો છો. આ માટે તમારે એનઓસી અને એફિડેવિટ પણ કરવી પડશે.
ક્ષેત્ર અને ખર્ચ
CNG પંપ ખોલવાનો ખર્ચ વિસ્તાર અને અલગ-અલગ કંપનીઓ પર આધારિત છે. આ તે વાત પર આધાર રાખે છે કે, તમે પંપ શહેરમાં, હાઈવે પર અથવા ક્યાં ખોલવા માંગો છો. હાલમાં જો જમીન તમારી પોતાની છે તો તેમાં ખર્ચ 50 લાખ રૂપિયા સુધી આવી શકે છે. હળવા વાહનો માટે 700 વર્ગમીટરની જમીન હોવી જોઈએ. જેમાં આગળ તરફથી 25 મીટર હોવુ જોઈએ. આ પ્રકારે ભારે વ્યાપારી વાહનો માટે CNG પંપ ખોલવા માંગો છો, તો તમારે 1500-1600 ચો.મી.નું પ્લોટ હોવું જોઈએ, જેમાં 50-60 મીટર આગળ હોવું જરૂરી છે.

CNG પંપની ડીલરશીપ આપનારી કંપનીઓ
- ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)
- ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (GAIL)
- હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)
- મહાનગર ગેસ લિમિટેડ (MGL)
- મહાનગર નેચરલ ગેસ લિમિટેડ (MNGL)
- મહારાષ્ટ્ર નેચરલ ગેસ લિમિટેડ (MNGL)
- ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ પ્રાઈવેટ લિમિટેડ (GSP)
આ રીતે કરો અરજી
તમે CNG પંપ માટે ડીલરશિપ આપનારી કોઈ કંપનીની વેબસાઈટ પર જઈને ત્યાં આ વિશે આપવામાં આવેલ લિંક પર ક્લિક કરી અરજી કરી શકો છો, પરંતુ અરજી કરવા માટે અરજદાર પાસે મિનિમમ 10માં ધોરણની ડિગ્રી હોવી આવશ્યક છે. સામાન્ય રીતે તો આ વિશે કંપનીઓ ખુદ સમય-સમય પર જાહેરાત આપતી રહે છે. અરજી માટે તમારુ નામ, મોબાઈલ નંબર, એડ્રેસ, જ્યાં પ્લોટ છે તે જગ્યાનું એડ્રેસ, પ્લોટની સાઈઝ, જમીનના ડૉક્યૂમેન્ટ, પ્લોટ પર વિજળી અથવા પાણીની વ્યવસ્થા છે કે નહી, જમીન પર કેટલા ઝાડ છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.