Gordhanbhai Zadafia હત્યાના કાવતરામાં સંડોવાયેલા વધુ ચાર ઝડપાયા

ગાંધીનગર: ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા (Gordhan Zadafia)ની હત્યા માટે મુંબઈથી આવેલા શાર્પ શૂટર (Sharp shooter) ની તાજેતરમાં જ ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા અમદાવાદમાં રિલીફ રોડ પર આવેલી એક હોટેલમાંથી અંધારી આલમના ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ના જમણા હાથ સમા સાગરિત છોટા શકિલ (Chhota Shakil) દ્વારા મોકલવામાં આવેલા શાર્પ શૂટર ઈરફાન ઉર્ફે કાલિયાની ધરપકડ કરી લીધી હતી. તે વખતે આ શાર્પ શૂટર દ્વારા એટીએસની ટીમ પર ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. આ ગેંગસ્ટરની ધરપકડ કરીને તેની પાસેની પીસ્તોલ પણ જપ્ત કરવામાં આવી હતી.

ગોરધન ઝડફિયાની હત્યાના કાવતરામાં સંડોવાયેલા વધુ ચાર ઝડપાયા

ગુજરાત ATS દ્ધારા ધરપકડ કરાયેલા આ ગેંગસ્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona’s report is positive) આવતા હવે તેની સામે 14 દિવસ પછી કાર્યવાહી હાથ ધરવામાં આવશે, અલબત્ત તેની પુછપરછમાંથી બહાર આવેલી માહિતીના આધારે એટીએસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવતા, તે દરમ્યાન મુંબઈ અને કર્ણાટક (Mumbai and Karnataka)માંથી વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. હવે વધુ સધન પુછપરછ અને તપાસ માટે આ આરોપીઓને અમદાવાદ લાવવામાં આવશે.

ગોરધન ઝડફિયાની હત્યાના કાવતરામાં સંડોવાયેલા વધુ ચાર ઝડપાયા

ઈરફાનને કબૂલાત કરી (Confessed to Irfan) હતી કે તેને છોટા શકિલ દ્વારા ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા માટે છોટા શકિલ દ્વારા સોપારી આપવામાં આવી હતી. જો કે આ ગેંગસ્ટરના મોબાઈલ ફોનમાંથી નેધરલેન્ડ (The Netherlands)માંથી આવેલા વોટસ અપ મેસેજમાં ગોરધન ઝડફિયાની તસ્વીર મળી આવી હતી. આ ઉપરાંત ગાંધીનગરના કમલમ કાર્યાલયનો અંદરનો વીડિયો પણ મળ્યો હતો.આ વીડિયો શાર્પ શૂટરે નેધરલેન્ડ મોકલ્યો હતો.

ગોરધન ઝડફિયાની હત્યાના કાવતરામાં સંડોવાયેલા વધુ ચાર ઝડપાયા

આ શાર્પ શૂટરની ધરપકડ એક રાજકીય સ્ટંટ હોવાની સોશિયલ મીડિયા (Social media) પર ટીકા થતાં છેવટે દબાણ હેઠળ આવી ગયેલી એટીએસને અમદાવાદની રિલીફ રોડ પર વિનસ હોટેલમાં કેવી રીતે શાર્પ શૂટર આવ્યો ? કેવી રીતે એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ના અધિકારીઓ હોટેલ વિનસ પર કેવી રીતે પહોચ્યા ? ત્યાં કેવી રીતે હોટેલના રિસેપ્શન પર શાર્પ શૂટરની તપાસ હાથ ધરી તેના સીસીટીવી વીડિયો ફૂટેજ પણ મીડિયા સાથે શેર કરવામાં આવ્યા હતા.

ગોરધન ઝડફિયાની હત્યાના કાવતરામાં સંડોવાયેલા વધુ ચાર ઝડપાયા

આ સમગ્ર મામલાનો ખુલાસો તો થશે પરંતુ જણાવી દઈએ કે ગોરધન ઝડફિયાની જ હત્યા કરવા સુપારી શુ કામ લીધી હશે તો તેનું એક કારણ એ હોઈ શકે કે તત્કાલિન નરેન્દ્ર મોદી સરકારમાં ગોધરા કાંડ બાદ થયેલા રમખાણોના સમયે ગુજરાતના ગૃહમંત્રી ગોરધન ઝડફિયા (Gordhan Zadafia) હતા. અમદાવાદમાં તોફાનો બાદ આતંકવાદીઓએ નરેન્દ્ર મોદી (Narendra Modi) પર પણ હુમલો કરવાના અનેક પ્રયાસો કર્યા હતાં.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube