સોના-ચાંદીના હાજર ભાવમાં તીવ્ર ઘટાડો નોંધવામાં આવ્યો છે. સ્થાનિક બુલિયન બજારમાં મંગળવારે સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 1,317 રૂપિયા ઘટાડો થયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટાડાને કારણે સોનાના ભાવ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ દીઠ રૂપિયા 54,763 પર આવી ગયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાને મજબૂત કરવા અને સોનાના ભાવ ઘટવાને કારણે સ્થાનિક સ્તરે પણ ભાવ ઘટ્યા છે. ઉલ્લેખનીય છે કે સોમવારે સોનાનો ભાવ 56080 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

સ્થાનિક બુલિયન માર્કેટમાં ચાંદીના સ્પોટ ભાવમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો છે. મંગળવારે ચાંદીના હાજર ભાવ રૂ. 2,943 ઘટી ગયા છે.

આ ઘટાડાને કારણે ચાંદી ઘટીને 73,600 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. નોંધપાત્ર વાત એ છે કે અગાઉના સત્રમાં ચાંદી રૂ. 76,543 પર બંધ હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું મંગળવારે ઓંસના 1,989 ડોલરના ભાવે ટ્રેન્ડિંગ રહ્યું હતું અને ચાંદી પણ મંગળવારે ઓંસના 27.90 ડોલરના સ્તરે હતી. વેચાણને કારણે આ ઘટાડો નોંધવામાં આવ્યો છે. ભારતીય રૂપિયો મંગળવારે શેર બજારમાં વધારા સાથે એક ડોલરના 12 પૈસાની મજબૂતીની સાથે 74.78 પર બંધ થયો હતો.

એક ફાયનાન્શિયલ કંપનીના આધારે સોનાના ઉચ્ચ સ્તરે આવવા માટે રોકાણકારો દ્વારા નફો વસૂલવા માટે અને ડોલરમાં મજબૂતીને આધારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આવનારા સમયમાં સોનાનો વૈશ્વિક ભાવ કોમેક્સ પર 1958થી 1980 ડોલર પ્રતિ ઓંસની વચ્ચે રહ્યો હતો. ઙરેલૂ સ્તરે સોનાનો ભાવ 53000થી 53500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે હોઈ શકે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.