• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

ગ્લોબલ વોર્મિંગની અસરઃ આ દેશમાં રહેલી અંતિમ હયાત હિમશિલા પણ તૂટી ગઈ

in World
ગ્લોબલ વોર્મિંગની અસરઃ આ દેશમાં રહેલી અંતિમ હયાત હિમશિલા પણ તૂટી ગઈ

ટોરંટો, તા. 8 ઓગષ્ટ 2020, શનિવાર

કેનેડામાં હયાત બચેલી અંતિમ હિમશિલાનો મોટા ભાગનો હિસ્સો પણ ગરમ હવામાન અને વૈશ્વિક તાપમાન વધવાના કારણે તૂટીને વિશાળ હિમશિલાના ટાપુઓમાં વિખેરાઈ ગયો છે. હિમશિલાએ બરફનું તરતું માળખું હોય છે જે કોઈ ગ્લેશિયર કે હિમચાદર જમીન પરથી સમુદ્રની સપાટીમાં વહી જાય એટલે બને છે.

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે એલેસમેરે દ્વીપની ઉત્તર પશ્ચિમે આવેલી કેનેડાની 4,000 વર્ષ જુની હિમશિલા જુલાઈ મહીનાના અંત સુધી દેશની અંતિમ અખંડિત હિમશિલા હતી. કેનેડિયન હિમ સેવાની બરફ નિષ્ણાંત એડ્રીન વ્હાઈટે ઉપગ્રહથી લેવામાં આવેલી તસવીરમાં તેનો 43 ટકા હિસ્સો તૂટી ગયો હોવા અંગે ધ્યાન દોર્યું હતું. તેમના કહેવા પ્રમાણે 30 જુલાઈ કે 31 જુલાઈની આસપાસ આ ઘટના બનેલી છે.

વ્હાઈટના કહેવા પ્રમાણે તે તૂટી તેના સાથે જ બે વિશાળ હિમશિલા તથા અનેક નાની નાની હિમશિલા રચાઈ છે અને તે પાણીમાં તરવા લાગી છે. સૌથી મોટી હિમશિલા એક રીતે મેનહટ્ટન જેવા આકારની 55 વર્ગ કિલોમીટરની 11.5 કિલોમીટર લાંબી છે. તે આશરે 230થી 260 ફૂટ લાંબી છે અને વ્હાઈટના મતે તે બરફનો વિશાળ, અતિ વિશાળ ટુકડો છે.

વ્હાઈટે જણાવ્યું કે જો કોઈ હિમશિલા Oil Rig એટલે કે તેલ કાઢવાના વિશેષ ઉપકરણ તરફ આગળ વધશે તો તેને ખસેડી નહીં શકાય માટે તેલ રિગને જ બીજે ખસેડવાની ફરજ પડશે. 187 વર્ગ કિમીમાં ફેલાયેલી આ હિમશિલા કોલંબિયા જિલ્લાના આકાર કરતા પણ મોટી હતી પરંતુ હવે તે માત્ર 41 ટકા જેટલી એટલે આશરે 106 વર્ગ કિમી જેટલી જ બચી છે.

ઓટાવા યુનિવર્સિટીના ગ્લેશિયર વિજ્ઞાનના પ્રાધ્યાપક લ્યૂક કોપલૈંડે જણાવ્યું કે, મે મહીનાથી ઓગષ્ટ મહીનાની શરૂઆત સુધીમાં ક્ષેત્રનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું છે જે 1980થી 2010ની સરેરાશ કરતા વધુ ગરમ છે. આ તાપમાન આર્કટિક ક્ષેત્રમાં વધી રહેલા તાપમાન કરતા પણ વધુ ઝડપથી વધી રહ્યું છે જે પહેલેથી જ વિશ્વના અન્ય ક્ષેત્રોની સરખામણીએ વધુ તાપક્રમ વૃદ્ધિનો સામનો કરી રહ્યું છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

કાળજું કંપી જશે, કેનેડા-યુએસ બોર્ડર માઇનસ 35 ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં થીજી જઈને ગુજરાતીના મોત, જાણો શું છે મામલો
World

કાળજું કંપી જશે, કેનેડા-યુએસ બોર્ડર માઇનસ 35 ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં થીજી જઈને ગુજરાતીના મોત, જાણો શું છે મામલો

मिलिए दुनिया के सबसे लचीले परिवारों से, जिनके पास दसियों हज़ार करोड़ से ज़्यादा की दौलत नहीं है।
World

मिलिए दुनिया के सबसे लचीले परिवारों से, जिनके पास दसियों हज़ार करोड़ से ज़्यादा की दौलत नहीं है।

ચીન પરમાણું હથિયારનો જથ્થો ઝડપથી વધારી રહ્યું છે, ડ્રેગને હિમાલયમાં ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નાંખ્યું
World

ચીન પરમાણું હથિયારનો જથ્થો ઝડપથી વધારી રહ્યું છે, ડ્રેગને હિમાલયમાં ફાઈબર ઓપ્ટિક નેટવર્ક નાંખ્યું

શું કરવા જઈ રહ્યું છે ચીન ? લોકોને ઘરમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવા કહ્યું, શી જિનપિંગ 22 મહિનાથી છે છુપાયેલા
World

શું કરવા જઈ રહ્યું છે ચીન ? લોકોને ઘરમાં ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરવા કહ્યું, શી જિનપિંગ 22 મહિનાથી છે છુપાયેલા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: