એક સમય એવો હતો જ્યારે કલાકારો તેમનું ગુજરાન જેમતેમ ચલાવતા હતા પરંતુ વર્તમાન સમયમાં ગુજરાતી કલાકારોની બોલબાલા છે. ગુજરાતી સિંગરો વૈભવી લાઈફ સ્ટાઈલ જીવી રહ્યા છે. કિર્તીદાન ગઢવી, ગીતા રબારી, કિંજલ દવે, ઓસમાણ મીર માયાભાઈ આહીર સહિતના ગુજરાતી કલાકાર હાલ ખૂબ જ વૈભવી લાઇફ સ્ટાઇલ જીવી રહ્યા છે. આ તમામ કલાકારો તેમના એક પ્રોગ્રામ માટે 1 લાખથી લઇ 5 લાખ સુધીની ફી લઇ રહ્યા છે.
ત્યારે કચ્છની કોયલ કહેવાતી ગીતા રબારીનું નામ પણ ગુજરાતી કલાકારો મોખરે આવે છે. ગીતા રબારી ખૂબ જ સંઘર્ષ કરીને તેનિનફિલ્ડમાં આગળ વધી છે. રોણા શેરમાં ગીતથી ગીતા રબારી ખૂબ જ મોટી સફળતા મળી હતી. આજે ગીતા રબારી લાખો ગુજરાતીના દિલમાં રાજ કરે છે. ગીતા રબારી હાલ અમેરિકાની ટૂર પર છે અને તેના એરપોર્ટ પરના કેટલાક ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
ગીતા રબારી તેના પતિની સાથે અમેરિકાની ટૂર પર ગયા છે અને ગીતા રબારી દ્વારા જ પતિ પૃથ્વી રબારી સાથેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યા છે. જેમાં ગીતા રબારીએ બંધ ગળાનું ફૂલ સ્લીવ ટીશર્ટ અને જીન્સ પહેર્યું છે. ટ્રેડિશનલ લુકમાં જોવા મળતી ગીતા રબારી આ ફોટોમાં એકદમ મોડેલ લુકમાં જોવા મળે છે.
ગીતા રબારી દ્વારા સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવામાં આવ્યા છે તે એરપોર્ટના છે અને આ ફોટામાં ગીતા રબારીના હાથમાં બે બેગ જોવા મળી હતી. આ ઉપરાંત એક ટ્રોલી બેગ પણ તેની સાથે હતી. મહત્વની વાત છે કે ગીતા રબારી જે બેગ કેરી કરી છે તેની કિંમત અંદાજે 2.36 લાખ રૂપિયા છે. આ બેગ ઓનલાઇન અમુક પ્લેટફોર્મ પર જ મળે છે
મહત્વની વાત છે કે મોનોગ્રામ ડિઝાઇનની મોંઘી બેગ બોલિવૂડમાં પણ અમુક સેલિબ્રિટીઝ વાપરે છે. અનુષ્કા શર્મા, એશ્વર્યા રાય, કંગના રાણાવત, કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણ આ બેગનો યુઝ કરે છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આ બેગ ગીતા રબારીએ મુંબઈના એક શોરૂમમાંથી ખરીદી હતી અને તેનો વીડિયો પણ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ગીતા રબારીએ એક નવું ઘર ખરીદ્યું છે અને તેના ફોટા પણ ગીતા રબારીએ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. ઘરમાં પતિ-પત્નિ બંને ગુજરાત કરતા હોય તેવા ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. ગીતા રબારીનો જન્મ 1996માં કચ્છના તપ્પર ગામમાં થયો હતો. ગીતા રબારી 5માં ધોરણમાં ભણતી હતી ત્યારથી તેની ગીત ગાવાની શરૂઆત કરી હતી. 20 વર્ષની ઉંમરમાં ગીતા રબારી ગુજરાતમાં લોકપ્રિય થઈ હતી. ગીતા રબારી રાજ્ય ઉપરાંત દેશ વિદેશમાં પણ પ્રોગ્રામ કરીને ગુજરાતનું નામ રોશન કરે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.