જુનાગઢઃ ભૂમિ અને આબોહવાની દ્રષ્ટિએ ગુજરાત વિશિષ્ટ રાજ્ય છે.ગુજરાતને મળેલો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો પણ તેની વિશિષ્ટ અને આગવી ઓળખ છે. જેમાં અનેક ફરવાના સ્થળો પણ આવેલા છે. જેમાનું એક છે સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્ર એ સંતો અને શૂરાની ભૂમિ છે એવું કહેવાય છે. કાઠિયાવાડની આવી જ ભૂમિ ગિરનારમાં આવેલા મા અંબાના દાર્શનિક સ્થળે બેન્કિંગ છોડી અને સાધુ જીવન ગાળતા સ્વામી ઓમકારન સરસ્વતી એક અંગૂઠાની મદદથી જ અનોખી સાધના આરંભી છે.

એક અંગૂઠા પર આસન લગાવી સાધના
ગરવા ગિરનારની ગોદમાં આવેલા અંબાજી માતાની સન્મુખ શિવ તાંડવ નૃત્યકાર સ્વામી ઓમકારન સરસ્વતી માતાજીની સન્મુખ એક અંગૂઠા પર આસન લગાવીને અનોખી આરાધના કરે છે. રેવા એટલે કે નર્મદા કિનારે ચણોદમાં આશ્રમ ધરાવતા તાજેતરમાં જ કાર્તિકી પૂર્ણિમાના પાવન દિવસે ગિરનાર પર અંબાજી મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે એક અંગૂઠાનું તપોબળ બતાવી માતાજીની સ્તુતી કરી હતી.

બેંકમાં કરતા હતા નોકરી
સ્વામી ઓમકારન પહેલા બેંકમાં નોકરી કરતા હતાં પરંતુ સૌરાષ્ટ્રની ભૂમિનું આકર્ષણ તેમને વૈરાગ્ય તરફ ખેંચી ગયું હતું. અહીંના વાતાવરણથી પ્રભાવિત થયેલા સ્વામી ઓમકાર નિયમિત રીતે ગિરનારમાં આવીને મા અંબાની આરાધના કરે છે. આ સિવાય તેઓ દેશમાં વિવિધ સ્થળે યોજાતા કુંભમેળા, મિનિ કુંભ મેળામાં પણ આ રીતે સાધના કરે છે. ભવનાથમાં મિનિ કુંભ મેળા સમયે તેમણે દાતાર પર અનેક કાર્યક્રમોમાં શિવતાંડવ નૃત્ય પણ કરેલું છે.

10 વર્ષથી આવે છે ગિરનાર
લીલી પરિક્રમા અને ગિરનારના મેળા દરમિયાન પણ સ્વામી ઓમકારન સરસ્વતી અચૂક પોતાની હાજરી આપતા હોય છે. તેઓ છેલ્લા 10 વર્ષથી નિયમિત રીતે ગિરનાર આવે છે અને માતાજીની ભક્તી કરે છે. નોંધનીય છે કે દિવાળી પછી એટલે કે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનાર પર્વત ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણાને ગિરનારની પરિક્રમા તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં લોકો આ પરિક્રમાને ‘લીલી પરકમ્મા’ તરીકે પણ ઓળખે છે. સ્વામી ઓમકારન સરસ્વતીની ભક્તિ અને આરાધનાના કારણે મંદિરના મહંત તનસુખગિરિ બાપુએ પણ તેમનું સન્માન કર્યુ હતું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube