પાવીજેતપુરના ચૂલી ગામના શિક્ષકની હત્યાનો મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પ્રેમ સંબંધને લઈ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મહિલા અને તેના પતિએ શિક્ષકની હત્યા કરી હતી. આરોપી રૂપસિંગ રાઠવાએ પોતાના ઘરે આત્મહત્યા કરી છે. આરોપી મહિલા સાથે મૃતક શિક્ષકના પ્રેમસંબંધ હતાં.
મૃતક શિક્ષક રમેશ તડવી ફરી સંબંધ રાખવા કોશિશ કરતાં પતિ પત્નીએ હત્યા કરી હતી.પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. આ અંગે ડીવાયએસપી જે જી ચાવડાએ કહ્યું હતું કે, એક યુવકની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
પીએમ રિપોર્ટમાં માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યાનું ખૂલ્યું હતું. પોલીસ તપાસમાં દંપતીની છંડોવણી સામે આવી હતી. મહિલા સાથે મૃતકના ચાર-પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતા. દિવ્યાંગ શિક્ષક રમેશ તડવીની ચાર દિવસ અગાઉ કેવડા-બાર વચ્ચે જંગલમાં લાશ મળી હતી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.