જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ સજાવટમાં એટલી બધી નવીનતા જોવા મળે છે કે તમે ઘણી વાર જોઇને અચંબિત થઇ જતાં હોવ છો કે આવી સજાવટ પણ હોઇ શકે ખરી? ખરું પૂછો તો ઘણી વાર બીજાના ઘરની સજાવટ જોઇએ તો એવું પણ થાય કે આપણે આપણાં ઘરમાં આવી સજાવટ કેમ ન કરાવી? આપણે કેમ આવું ન વિચાર્યું? ખેર, એવું ઘણીખરી વસ્તુઓમાં આપણને થતું જ હોય છે.

હવે તો બજારમાં સજાવટ માટે એટલી વિશાળ ચોઇસ આપણને મળી રહે છે કે કેવી સજાવટ કરવી અને કેવી ન કરવી તે અંગે કન્ફ્યુઝ થઇ જઇએ. ઘરસજાવટ માટે હાલ ઘણી નવીનવી ડિઝાઇન આર્કિટેક્ચર પાસે જોવા મળી જતી હોય છે, તેમાં આજકાલનો નવો ટ્રેન્ડ પી.ઓ.પીનો ચાલી રહ્યો છે.

આજકાલ લગભગ દરેક લોકો કે જેમણે નવું ઘર ખરીદ્યું હોય તેઓ પી.ઓ.પી અચૂક કરાવતાં હોય છે. દરેક લોકો પોતાના બજેટ અનુસાર અલગ અલગ પી.ઓ.પી કરાવડાવે છે. ઘણાં લોકો વૂડન પી.ઓ.પી પણ કરાવતાં હોય છે. વૂડન પી.ઓ.પીનો ક્રેઝ પણ માર્કેટમાં ખૂબ જોવા મળે છે, જ્યારે ઘણાં લોકો પી.ઓ.પી સાથે વૂડન ડિઝાઇનનું કોમ્બિનેશન કરીને કરાવતાં હોય છે.

ઘરને સ્ટાઇલિશ લુક આપવા માટે તે ખૂબ મદદરૂપ થાય છે. તમે તમારી ઇચ્છા અનુસાર અલગ અલગ ડિઝાઇનનાં પી.ઓ.પી કરાવડાવી શકો છો. પી.ઓ.પીમાં ઘરની મુખ્ય છત નીચે પ્લાસ્ટર ઓફ પેરીસ વડે બીજી ડિઝાઇનર છત બનાવવામાં આવે છે, જેની અંદર અલગ અલગ એલ.ઇ.ડી લાઇટ્સ ફિટ કરતાં ઘરની છતનો સુંદર લૂક આપણને જોવા મળે છે. તમે ચાહો તો આખા ઘરમાં પી.ઓ.પી કરાવવાને બદલે માત્ર ડ્રોઇંગ રૂમમાં પણ કરાવી શકો છો. શરત માત્ર એટલી કે પીઓપી માટે ડિઝાઈન એવી પસંદ કરો જે બહુ ભારે ન હોય અને તેમાં વિવિધ પ્રકારની લાઈટિંગ કરવાની સગવડ પણ મળી રહે. પી.ઓ.પી વિશે વધારે વાત આપણે આવતા અંકમાં કરીશું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube