ઘરની અંદર ચાલતું હતું સેક્સ રેકેટ ને અચાનક જ પોલીસે પાડ્યો રંગમાં ભંગ

લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં કોતવાલી વિસ્તારના મહોલ્લામાં ગંગોત્રીનગરમાં એક મકાનમાં સેક્સ રેકેટ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડીને પાંચ મહિલા અને પાંચ પુરુષોને આપતિજનક અવસ્થામાં ઝડપી લીધા હતા. પોલીસ તમામ લોકોની ધરપકડ કરીને પૂછપરછ કરી રહી છે.

પોલીસ અધિકારી સંજયનાથ તિવારીએ જણાવ્યું કે, આ તમામ મહિલા પુરૂષો ફરિયાદ નોંધીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સેક્સરેકેટ ગંગોત્રીનગરના એક મકાનમાં બહુ લાંબા સમયથી ચાલતું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ ગામ સિવાય અન્ય શહેરમાંથી પણ અહીં મહિલા અને પુરુષો આવતા હતા. સેક્સ રેકેટ ચાલતું હોવાની સૂચના મળતાં જ પોલીસે તપાસ શરી કરી અને મંગળવાર (8 સપ્ટેમ્બર) મોડી રાત્રે સાંજે એસપી સત્યેદ્ર કુમારના નિર્દેશ પર સીઓ સંજય નાથ તિવારની અધ્યક્ષતામાં મહિલા પોલીસ સ્ટેશનના સહયોગથી ગંગોત્રીનગરના મકાનમાં રેડ પાડવામાં આવી હતી.

સેક્સ રેકેટ ચાલતું હોવાની સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચતાં જ અહીં નાસભાગ મચી ગઇ હતી. જો કે પોલીસે પાંચ મહિલા અને પાંચ પુરૂષને ઘટનાસ્થળેથી ઝડપી લીધા છે. પાંચ મહિલા ગ્રામીણ વિસ્તારની છે. તો પાંચ પુરુષ શહેરના હોવાનું જાણવા મળ્યું છે.

પૂરછરછ દરમિયાન જાણવા મળ્યું કે, અહીં અન્ય શહેરમાંથી પણ મહિનાને દેહ વ્યાપર માટે બોલાવવામાં આવે છે. સીઓ સિટીએ જણાવ્યું કે, દરેકની મેડિકલ તપાસ કરાવામાં આવી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ મામલે અનેક વખત ફરિયાદ થઇ ચૂકી છે પરંતુ ક્યારેય નક્કર કાર્યવાહી થઇ નથી.

પાંચ મહિલા અને પાંચ પુરુષની ધરપકડ કર્યાં બાદ દસેયની પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે. આ સેક્સ રેકેટના તાર ક્યાં સુધી જોડાયેલા છે, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube