કેટલાક પોતાના ઘરને વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે બનાવે છે અને તેને શણગારે છે. ત્યારે કેટલાક લોકો એવા પણ છે કે, જેમને આ વસ્તુઓ ઉપર વિશ્વાસ નથી હોતો. વાસ્તુશાસ્ત્રનો સંબંધ એક તરીકે ઉર્જાથી થાય છે. જે ઘરમાં સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવ્યું છે. કેટલાક વૈજ્ઞાનિકો સારી અને ખરાબ ઉર્જા સંબંધે વાસ્તુશાસ્ત્રની તાકાતને માને છે. વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમોનું પાલન કરીને તમે તમારા ઘરમાં સુખ-શાંતિ લાવી શકો છો. તેના માટે તમારા ઘરમાં જો આ ચીજવસ્તુઓ હોય તો તેને હટાવો તેને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે યોગ્ય માનવામાં નથી આવી.

ડુબતી નૌકા

ઘરમાં ક્યારેય ડુબતી નૌકાનું કોઈ ચિત્ર ન લગાવવું જોઈએ। ડુબતી નૌકાને પતનનું પ્રતિક માનવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રના હિસાબે ઘરમાં ડુબતી નૌકાની પેંટીગ લગાવવાથી ઘરના સદસ્યોની વચ્ચે દુરીઓ વધવા માંડે છે. જો તમારા ઘરમાં આવી કોઈ પણ પ્રકારના ફોટાઓ હોય તો તેને તાત્કાલીક દુર કરો.

જંગલી જાનવરો અને પક્ષીઓના ફોટા

સુઅર, સાંપ, બાઝ, ઉલ્લુ, ચામડચીડીયું, ગીધ, કબુતર, કાગડા જેવા જાનવરો અને પક્ષીઓની મૂર્તીઓ કે પેંટીગ્સ ઘરમાં ન લગાવવી જોઈએ. કહેવામાં આવી રહ્યું છે કે, જંગલી જાનવરોના ફોટા લગાવવાથી ઘરમાં સદસ્યોની હિંસક પ્રવૃતિઓમાં વધારો થાય છે. ઘરના બેડરૂમમાં સિંગલ બર્ડવાળા ફોટા બિલકુલ ન લગાવો.

નકારાત્મક તસ્વીરો

દુઃખ કે ઉદાસીવાળા ફોટા કે પેંટીગ્સને ઘરમાં લગાવવી ન જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવી પેટીંગ્સ જિંદગીમાં ડિપ્રેશન લાવે છે.

આમલીનું વૃક્ષ

માનવામાં આવે છે કે, આમલીનું વૃક્ષ અને મહેંદીના વૃક્ષમાં ખરાબ આત્માઓનો નિવાસ હોય છે. આવા વૃક્ષોની આસપાસ ઘર ન હોવું જોઈએ. ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.

સુકાયેલા ફુલ

કહેવામાં આવે છે કે ઘરમાં સુકાયેલું ફુલ કે છોડ રાખવું ન જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સુકાયેલા ફુલ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે.

તુટેલી મુર્તિઓ, ફર્નિશર કે કાચ

તુટેલો ગ્લાસ, ફર્નીચર, તુટેલો કાચ કે ભગવાનની ફાટેલા ફોટાઓ ઘરમાં હોય તેને તુરંત જ ઘરમાંથી હટાવી દો. આ ચીજો ઘરમાં દરિદ્રતા લઈને આવે છે.

નટરાજ

નટરાજ નૃત્યનું રૂપ છે. જો કે તેની સાથે જ વિનાશનું પણ પ્રતિક છે. તેને તાંડવ નૃત્ય પણ કહેવામાં આવે છે. માટે નટરાજની શોપીસ કે ફોટો ઘરમાં રાખવો ન જોઈએ.

કાટાંળા છોડ

ઘરમાં કૈક્ટસનું છોડ રાખવું જોઈએ નહીં. તેનાથી વ્યાપાર અને ધનવૃદ્ધિમાં બાધા આવે છે.

તાજમહેલ

શોપીસ કે ફોટાના રૂપમાં તાજમહેલ ઘરમાં રાખવું જોઈએ નહીં. તે એક કબર છે અને મૃત્યુનુ પ્રતિક છે. લોકો ભલે તેને પ્રેમનું પ્રતિક માને પણ વાસ્તવમાં આ મુગલ બાદશાહ શાહજહાની પત્ની મુમતાઝની કબર છે. તે માટે મોત અને દુઃખની નિશાની પણ છે. તેનાથી ઘરમાં નકારાત્મકતા પ્રભાવ લાવે છે.

યુદ્ધના ફોટા

ઘરમાં ભુલીને પણ કોઈ યુદ્ધના ફોટા નહી રાખવા. વાસ્તુશાસ્ત્ર પ્રાચીન મહાકાવ્ય મહાભારત અને રામાયણમાં યુદ્ધના ચિત્રો રાખવાની અનુમતી નથી આપતું. આવા ફોટાથી ઘરના સદસ્યો વચ્ચે મતભેદો ઉત્પન્ન થાય છે અને ઘરમાં કલેશ થાય છે.

ફુંવારો

ફુંવારો ભલે જોવામાં સારો લાગે પરંતુ વાસ્તુ પ્રમાણે તે ઘરની અંદર ન હોવો જોઈએ. કહેવામાં આવી રહ્યું છે કે, તેનાથી ધનની હાની થાય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube