કાળામરી જેને સાદી ભાષામાં તીખા કહેવામાં આવે છે. આપણે ત્યાં મસાલામાં સર્વોતમ ગુણો રહ્યા છે તમે આ મરીનો ઉપયોગ રસોઇમાં ચોક્કસ કર્યો હશે પણ શું તમે જાણો છો વાળને કુદરતી લાંબા ભરાવદાર અને કાળા કરવા માટે પણ કાળામરી ઉત્તમ ગુણકારી છે.
કાળામરી ખાવાથી માત્ર હેલ્થ સારી નથી રહેતી પરંતુ ઈમ્યુનિટી પણ વધે છે. જેના કારણે લોકો વાયરલ ઈન્ફેક્શનથી બચી શકે છે. કાળામરી ઉધરસ, શરદી, પાચનમાં સહાયક હોય છે. એટલું જ નહીં, તે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. કાળામરી વાળ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
જો તમારા માથામાં ખોડો થયા કરતો હોય તો, કાળામરી આ સમસ્યાથી તમને છૂટકારો અપાવી શકે છે. આ સિવાય સફેદ વાળને કાળા કરવામાં પણ કાળામરી તમારી મદદ કરી શકે છે. તો તો જોઈએ વાળમાં કાળામરી લગાવવાથી તમને કેવો ફાયદો થઈ શકે છે અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ.
વાળને કુદરતી કાળા કરવા દહીં અને કાળા મરીનો હેર પેક
જો તમે સફેદ વાળથી પરેશાન છો, તો તમે તમારા વાળમાં કાળામરી સાથે દહીંથી બનેલા હેરપેકનો ઉપયોગ કરી શકો છો. કાળામરી વાળને સમય પહેલા સફેદ થતા રોકે છે, કેમ કે, તેમાં કોપરની ભરપૂર માત્રા હોય છે. દહીં તમારા વાળને મોઈશ્વરાઈઝ કરે છે અને વિટામિન સીની અછત દૂર કરે છે.
આ હેરપેકને બનાવવા માટે તમારે એક બાઉલમાં 1 કપ દહીં લેવું પડશે. પછી તેમાં 2 ચમચી કાળામરી પાઉડર નાખો અને મિલાવો, ત્યારબાદ તમે તેમાં એક ચમચી મધ નાખો અને સારી રીતે મીલાવી દો. હવે આ હેરપેક તમારા વાળ પર લગાવો. અડધા કલાક પછી વાળને શેમ્પૂથી ધોઈ લો.
કાળા મરી, તજ અને લવિંગનો હેરપેક
આ પેક માટે તમે કાળા મરી, તજ અને લવિંગને સરખા પ્રમાણમાં લો રાત્રે એક લોખંડના વાસણમાં ખાટી છાસ સાથે પલાળી દો. માથામાં મહેંદી લગાવતા હો એ રીતે હેરપેક લગાવી દો. આ હેરપેક લગાવવાથી વાળ સુંદર રેશમી અને ભરાવદાર થાય છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.