પટનાના ગાંધી મેદાનમાં 2013માં રેલી દરમિયાન જે બ્લાસ્ટ થયો હતો. તેમાં આજે NIA કોર્ટનો નિર્ણય આવી ગયો છે. આ 4 દોષીઓને સજા સંભળાવાઈ છે. 2 દોષીઓને 10 વર્ષની કેદની સજા સંભળાવાઈ છે. આ સજા આજે NIA કોર્ટે સંભળાવી છે. અગાઉ એનઆઈએ કોર્ટમાં 27 ઓક્ટોબરે 10માંથી 9 આરોપીઓને દોષી કરાર દીધા હતા. એક મોહમ્મદ ફખરુદ્દીન અહેમદને પુરાવાના અભાવે મુક્ત કરાયા હતા જ્યારે રેલી થઈ હતી ત્યારે તેમાં ત્યારે ગુજરાતના સીએમ રહેલા નરેન્દ્ર મોદી અને વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી સામેલ થયા હતા.
ગાંધી મેદાનમાં સીરિયલ બ્લાસ્ટ કેસ એનઆઈએ કોર્ટમાં લગભગ 8 વર્ષ સુધી ચાલ્યો. કોર્ટમાં જે સુનાવણી થઈ, તેમાં એ સામે આવ્યુ કે ગાંધી મેદાનમાં સીરિયલ બ્લાસ્ટ કરવાનુ સમગ્ર ષડયંત્ર રાયપુરમાં રચવામાં આવ્યુ હતુ. બોમ્બ બનાવવાનો સામાન આતંકવાદીઓને ઝારખંડમાંથી મળ્યો હતો.
શુ હતો કેસ
પટનાના ગાંધી મેદાનમાં 27 ઓક્ટોબર 2013એ ભાજપની હુંકાર રેલી થઈ હતી, જેમાં ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડા પ્રધાન ઉમેદવાર નરેન્દ્ર મોદી સામેલ થયા હતા. ભારતીય જનતા પાર્ટીની આ હુંકાર રેલી દરમિયાન ગાંધી મેદાન અને પટના રેલવે સ્ટેશન પર સીરિયલ બ્લાસ્ટ થયા હતા, જેમાં 6 લોકોના મોત થઈ ગયા હતા અને 90 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેનો નિર્ણય આજે આવ્યો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.