કાઠમંડુ, 9 ઓગસ્ટ 2020 રવિવાર

ભારત સાથે સરહદ વિવાદમાં ફસાયેલા નેપાળે હવે ભારતીય દેવી-દેવતાઓ અને મહાપુરુષો પર વિવાદો ઉભા કરવાનું શરૂ કર્યું છે. નેપાળે ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે ભગવાન ગૌતમ બુદ્ધને ભારતીય કહ્યા તે અંગે નેરાળે સખત વાંધો ઉઠાવતા તેમને નેપાળી ગણાવ્યા છે. નેપાળના ઘણા રાજનેતાઓએ પણ જયશંકરના નિવેદનનો વિરોધ કર્યો છે.

થોડા દિવસ પહેલા નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ ભગવાન રામની અયોધ્યાને નેપાળના બીરગંજની પાસે હોવાનો દાવો કર્યો હતો. તો ભારતીય વિદેશ મંત્રાલયે પણ નિવેદન જારી કરીને કહ્યું કે, તેમાં કોઈ શંકા નથી કે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો.

શું કહ્યું હતું વિદેશ પ્રધાને

ભારતીય વિદેશ પ્રધાને ડો એસ જયશંકરે ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ)ના ઇન્ડિયા@75 શિખર સંમેલનને સંબોધિત કરતા કહ્યુ હતું કે, મહાત્મા ગાંધી અને ભગવાન બુદ્ધ એવા બે ભારતીય મહાપુરૂષ છે જેને દુનિયા હંમેશા યાદ રાખે છે.

તેમને સવાલ કરવામાં આવ્યો કે અત્યાર સુધીનાં સૌથી મહાન ભારતીય કોણ છે જેને તમે યાદ રાખી શકો છો?  હું કહીશ કે એક ગૌતમ બુદ્ધ અને બીજા મહાત્મા ગાંધી છે. આ નિવેદન પર નેપાળે આપત્તિ વ્યક્ત કરતા સત્તાવાર વિરોધ વ્યક્ત કર્યો છે.

નેપાળનાં વિદેશ મંત્રાલયે જારી કર્યું નિવેદન

નેપાળી વિદેશ મંત્રાલયે કહ્યુ કે, ઐતિહાસિક અને પૌરાણિક તથ્યોથી તે સાબિત થાય છે કે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળના લુંબિનીમાં થયો હતો, લુંબિની બુદ્ધ અને બુદ્ધિઝમનું જન્મસ્થળ છે અને તેને યૂનેસ્કોએ પણ વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું છે.

2014માં નેપાળની યાત્રા દરમિયાન ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળી સંસદને સંબોધિત કરતા કહ્યુ હતું કે, નેપાળ તે દેશ છે જ્યાં વિશ્વ શાંતિનો ઉદભવ થયો અને બુદ્ધનો જન્મ થયો.

ભારતનાં વિદેશ મંત્રાલયે આપ્યો જવાબ

ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળના વાંધા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગઈકાલે સીઆઈઆઈનાં કાર્યક્રમમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરની ટિપ્પણીએ આપણા સહિયારા બૌદ્ધ વારસોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં કોઈ શંકા નથી કે ગૌતમ બુદ્ધનો જન્મ નેપાળમાં આવેલા લુમ્બિનીમાં થયો હતો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube