Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Ganesh-Chaturthi ૨૦૨૦: આ ગણેશ ચતુર્થી ૧૨૬ વર્ષ પછી બની રહ્યો છે વિશેષ યોગ, જાણો કઈ રાશિને મળશે ફાયદો

પુરા દેશમાં ગણેશ ચતુર્થી 2020 ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 22 ઓગસ્ટે ઉજવાશે એટલે કે શનિવાર ના રોજ ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. અમે તમને જણાવી દઈએ કે ગણેશને બધા દેવતાઓમાં પ્રથમ ઉપાસક માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય કરતા પહેલાં ગણેશની આરતી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી પર લોકો ગણેશને તેમના ઘરે લાવે છે, ગણેશ ચતુર્થીના અગિયારમા દિવસે ધામ ધૂમથી એને વિસર્જિત કરે છે અને આવતા વર્ષે જલ્દી આવે તેવી પ્રાર્થના કરે છે.

image source

ગણેશ ચતુર્થી પર બનવા જઈ રહ્યો છે યોગ

22 ઓગસ્ટે શનિવારના રોજ ગણેશોત્સવ શરુ થઇ જશે. આ વર્ષે ગણેશ ચતુર્થી ઉપર સૂર્ય સિંહ રાશિમાં રહેશે અને મંગળ મેષ રાશિમાં રહેશે. ગણેશ ઉત્સવની શરૂઆતમાં, સૂર્ય-મંગળનો આ યોગ 126 વર્ષ પહેલાં રચાયો હતો. ત્યારે પણ સૂર્ય પોતાની સિંહ રાશિમાં અને મંગળ પોતાની મેષ રાશિમાં સ્થિત હતો.જે 126 વર્ષ પછી ફરી ગણેશ ઉત્સવ પર સૂર્ય અને મંગળ પોત-પોતાના સ્વરાશિમાં આવ્યા છે. જોકે આ વખતે સાર્વજનિક ગણપતિ ઉત્સવ ઉજવવામાં નહીં આવે પરંતુ ઘરે-ઘરે તો ગણપતિ વિરાજિત જરુર થશે.  આ યોગ વિવિધ રાશિના જાતકો માટે ખૂબ ફળદાયક રહેશે. દરેક રાશિઓને મળશે ફાયદો..

મેષ રાશિ

આ રાશિવાળા લોકો માટે ગણેશ ચતુર્થી ખૂબ ફળદાયક સાબિત થશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે.

વૃષભ રાશિ

આ રાશિવાળા લોકો ના તમામ અટવાયેલા કાર્ય પૂર્ણ થશે. અને લાંબા સમયથી ચાલતા વિવાદો પણ સમાપ્ત થશે.

મિથુન રાશિ

આ રાશિવાળા લોકોની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સમાજમાં માન સમ્માનમાં વધારો થશે.

કર્ક રાશિ

કર્ક રાશિના કોઈપણ મોટા કાર્ય પૂર્ણ થશે. આનાથી તેમના જીવનમાં ખુશી અને શાંતિ વધશે.

સિંહ રાશિ

આ ગણેશ ચતુર્થી પર સાચા દિલથી પૂજા કરવાથી વિદેશ પ્રવાસની ઇચ્છા પૂર્ણ થશે.

કન્યા રાશિ

આ ગણેશ ચતુર્થી આ રાશિવાળા લોકોના દરેક પ્રયત્નોને સફળ બનાવશે. કેટલાક મોટા કામ શરૂ થવા જઈ રહ્યા છે.

તુલા રાશિ

ગણેશ ચતુર્થીથી સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. સંતાન સુખ મળશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને સારા સમાચાર મળશે. જમીન સબંધી કામ પૂર્ણ થશે. નાણાકીય સંકટ દૂર થશે.

ધનુ રાશિ

પરિવારમાં મધુરતા રહેશે. જીવનસાથીને પૂર્ણ માન સમ્માન મળશે.

મકર રાશિ

આ રાશિવાળા લોકો માટે આ ગણેશ ચતુર્થીથી શુભ સમયની શરૂઆત થવા જઈ રહી છે.

કુંભ રાશિ

આ રાશિના લોકો માટે આ ગણેશ ચતુર્થી ખૂબ જ શુભ ફળદાયી છે. આ રાશિના લોકોને ગણેશ ચતુર્થી પર શુભ સમાચાર મળશે. પ્રવાસના યોગ પણ છે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકો માટે ગણેશ ચતુર્થી ખૂબ જ શુભ રહેશે. આ દિવસોમાં લોકોને કોઈ સારા સમાચાર મળવાની અપેક્ષા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashifal:- આજે ૮૧ વર્ષે બનવા જઈ રહ્યો છે આવો શુભ સંયોગ, હનુમાનજી મહારાજ વરસાવશે આ ચાર રાશિજાતકો પર આશીર્વાદ, જાણો બીજી રાશીઓ નો કેવો રેહશે હાલ?

Nikitmaniya

Rashifal:આગામી ૨૪ કલાકમાં મળશે ખૂબ જ સારા સમાચાર, આ ૭ રાશિના ખરાબ દિવસો થઈ જશે સમાપ્ત, ખુલી જશે કિસ્મત…

Nikitmaniya

જાણો ભારતના આ સૌથી મોટા ગણેશ મંદિર વિશે, જ્યાં દર્શન કરવાથી થાય છે અનેક લાભ

Nikitmaniya