G20 સમિટનું પ્રથમ સત્ર શનિવારે રોમમાં શરૂ થયું હતું. વડાપ્રધાન મોદી સહિત વિશ્વના અન્ય કેટલાક નેતાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરવા એકત્ર થયા હતા. પ્રથમ સત્રની સમાપ્તિ પછ, વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે G20 સમિટ શાનદાર રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે રવિવારે ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ પર G20 સમિટના બીજા સત્રમાં ભાગ લેશે. આ સાથે આજે તેઓ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ ( Pedro Sanchez) અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલને (Angela Merkel) પણ મળી શકે છે.
G20 સમિટનું પ્રથમ સત્ર શનિવારે રોમમાં શરૂ થયું હતું. વડાપ્રધાન મોદી સહિત વિશ્વના અન્ય કેટલાક નેતાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સ્વાસ્થ્ય અંગે ચર્ચા કરવા એકત્ર થયા હતા. પ્રથમ સત્રની સમાપ્તિ પછી વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું કે G20 સમિટ શાનદાર રહી છે.
આ વખતે સમિટના એજન્ડામાં આબોહવા પરિવર્તન, કોવિડ-19 મહામારી, આર્થિક સુધાર અને વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેક્સ પર ચર્ચાનો સમાવેશ થાય છે. આ સિવાય સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી સહાય બાબતોના વડાએ વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના નેતાઓને કડક સંદેશ મોકલ્યો છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાની ચિંતા કરવી જોઈએ કારણ કે તેની અર્થવ્યવસ્થા બરબાદ થઈ રહી છે અને અડધી વસ્તીને ખાવા માટે પૂરતું ભોજન ન મળવાનું જોખમ છે અને હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.
અગાઉ આ ઈવેન્ટ સાઉદી અરેબિયામાં યોજાઈ હતી. કોરોના રોગચાળાને કારણે વર્ચ્યુઅલ રીતે સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે વડાપ્રધાન મોદીએ અસરકારક રીતે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત માત્ર તેના પેરિસ સમજૂતીના લક્ષ્યોને પૂરા કરી રહ્યું નથી પરંતુ તેનાથી આગળ પણ વધી રહ્યું છે. નોંધનીય છે કે વર્ષ 2022માં ઈન્ડોનેશિયા જી-20 સમિટનું આયોજન કરશે અને ત્યારબાદ 2023માં ભારતમાં આયોજન થશે.
G20 શિખર સંમેલનના (G20 Summit) પ્રથમ સત્રમાં ગ્લોબલ ઈકોનોમી અને ગ્લોબલ હેલ્થ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારી સામે લડવા માટે વન અર્થ-વન હેલ્થના (One Earth-One Health) વિઝનને વિશ્વ સામે રાખ્યું છે.
આ સાથે જ કહ્યું હતું કે, ભારત હંમેશા તેની વૈશ્વિક જવાબદારીઓ પ્રત્યે ગંભીર છે. આજે, આ G20 ફોરમ પર હું તમને બધાને કહેવા માંગુ છું કે ભારત આવતા વર્ષે વિશ્વ માટે 5 અબજથી વધુ રસીના ડોઝ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ભારતની આ પ્રતિબદ્ધતા કોરોનાના વૈશ્વિક સંક્રમણને રોકવામાં ખૂબ આગળ વધશે અને તેથી તે જરૂરી છે કે ભારતીય રસીને WHO દ્વારા જલ્દીથી માન્યતા આપવામાં આવે
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.