મિત્રો, આપણે બરફ નો અનેકવિધ રીતે ઉપયોગ કરીએ છીએ જેમકે, જ્યુસ , ઠંડા પીણા, કોલ્ડડ્રિંક વગેરે. કઇક ઠંડુ બનાવવાનુ હોય એટલે બરફ નો ઉપયોગ અવશ્યપણે કરવો. આ સિવાય બરફ ના અનેકવિધ ઉપયોગો અને લાભ છે, જેના વિશે તમે પહેલા ક્યારેય જાણ્યુ નહી હોય. તો ચાલો આપણે બરફ ના અમુક લાભો વિશે જાણીએ.
કડવી દવા ખાધા પછી આપણા મોઢા નો સ્વાદ કડવો થઇ જતો હોય છે પરંતુ, જો દવા ખાતા પહેલા બરફ નો ટુકડો મોઢામા મૂકવામા આવે તો તમને આ કડવાશ નો અનુભવ થશે નહી. ઘણી વખત આપણે ઘણુ બધુ ખાઈ લઈએ છીએ અને ત્યારબાદ અપચા ની સમસ્યાથી પીડાઈ છીએ પરંતુ, આવી પરિસ્થિતિમા થોડો બરફ ખાવામા આવે તો ભોજન ઝડપથી પચી જાય છે.
શુ તમને ખ્યાલ છે કે, બરફ ના માધ્યમથી તમે તમારા ચહેરા ને પણ સુધારી શકો છો. જો તમારી ત્વચા ઓઈલી થવા લાગે છે અને ત્વચાની આકર્ષકતા પણ ઓછી થવા લાગે છે તો બરફ ને કપડામા રાખી અને તેને તમારા ચહેરા પર લગાવો. તેનાથી તમારા ચહેરા ની ત્વચા કડક અને ચમકદાર બને છે. આ ઉપરાંત સરદર્દ ની સમસ્યા દૂર કરવા માટે પણ બરફ ખૂબ જ ઉપયોગી છે, જ્યારે પણ તમે સરદર્દ ની સમસ્યા અનુભવો છો ત્યારે પ્લાસ્ટિકની થેલીમા બરફ રાખી અને માથા પર લગાવો તો તમારી સરદર્દ ની સમસ્યા તુરંત દૂર થઇ જશે.
જો કોઈ આંતરિક ઈજા ને કારણે શરીરમા દુ:ખાવો થાય છે તો તે સ્થાન પર બરફ લગાવવુ જેથી, તેની પીડા ઓછી થાય છે અને લોહી પણ વહેતુ નથી. જો નાકમાથી લોહી નીકળે તો નાક ઉપર કાપડમા લપેટેલો બરફ લગાવવાથી લોહી વહેતુ બંધ થઇ જાય છે અને પીડા ઓછી થાય છે.
આ ઉપરાંત લાંબા સમય સુધી કમ્પ્યુટર અથવા મોબાઈલ પર કામ કરવાથી આંખોમા અસહ્ય દુ:ખાવો થાય છે પરંતુ, આવી સ્થિતિમા બરફ નો ટુકડો થોડો સમય આંખો પર રાખવાથી આંખ ની બળતરા અને પીડામા થોડી રાહત મળે છે. આ સિવાય આંખો પર રહેલા કાળા દાગ-ધબ્બા ને દૂર કરવા માટે કાકડી નો રસ અને ગુલાબજળ મિક્સ કરીને તેને ઠંડુ કરો અને પછી તે બરફથી આંખોની મસાજ કરો અને આમ, કરવાથી કાળા દાગ-ધબ્બા ની સમસ્યા પણ દૂર થઈ જશે.
આ સિવાય જો તમે ગળા સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો બરફના ટુકડાને ગળા પર ચોપડો, તે તમને ગળા ના દુ:ખાવાથી રાહત આપે છે. આ ઉપરાંત જો શરીર નો કોઈ ભાગ બળી જાય છે, તો તે જગ્યાએ તીવ્ર બર્નિંગ અને દુ:ખાવો થાય છે અને ફોલ્લીઓ પણ થાય છે પરંતુ, તુરંત જ તે જગ્યાએ બરફ લગાવવાથી આ બધી સમસ્યાઓમા રાહત મળે છે અને કાળા દાગ-ધબ્બા પણ દૂર થાય છે.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ