50 લાખનો ફ્રી વીમો, LTC ભાડું, વિશેષ ડિફેન્સ ભાડું સહિત ઘણા લાભો મળશે
ફેસ્ટિવ ઓફર:ફરવા જવાનું પ્લાનિંગ હોય તો ફટાફટ IRCTC દ્વારા ટિકિટ બુક કરાવો, ફ્રીમાં 50 લાખ રૂપિયાની સુવિધા મળશે
એક કલાક પહેલા

સમગ્ર દેશમાં તહેવારોની સિઝનની રોનક જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં, આ સિઝનમાં મોટાભાગના કામ કરતા લોકો તેમના ઘરે જાય છે. તો કેટલાક લોકો રજાઓના કારણે ફરવાનો પ્લાન કરે છે. જો તમે પણ દિવાળી, ભાઈ બીજ અને છઠ પૂજા દરમિયાન ક્યાંક જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે.
આ તહેવારોની સિઝનમાં તમારા માટે IRCTC એક ખાસ ઓફર લઈને આવી છે. જ્યાં તમે ફ્લાઈટ ટિકિટ બુક કરવા પર આકર્ષક છૂટનો ફાયદો ઉઠાવી શકો છો. આ ફેસ્ટિવ સિઝનમાં જો તમે #IRCTCAirથી ટિકિટ બુક કરાવો છો તો તમને ઘણા બેનિફિટ્સ મળશે. તેની જાણકારી IRCTCએ ટ્વીટ કરીને આપી છે.

જાણો IRCTCએ શું કહ્યું?
IRCTCએ પોતાની ટ્વીટમાં જણાવ્યું છે કે, ફેસ્ટિવ સિઝન કંઈક ખાસ માગે છે..#IRCTCAir દ્વારા તમે સરળતાથી ફ્લાઇટ ટિકિટ બુક કરી શકો છો. તેના પર મહત્ત્મ સુવિધા ચાર્જ 50 રૂપિયા હશે. તેમજ 50 લાખનો ફ્રી વીમો, LTC ભાડું, વિશેષ ડિફેન્સ ભાડું સહિત ઘણા લાભો મળશે.
IRCTC SBI કાર્ડ પ્રીમિયમ પર ખાસ ડિસ્કાઉન્ટ
જો તમારી પાસે IRCTC SBI કાર્ડ પ્રીમિયર છે તો તમને બુકિંગ પર 5% વેલ્યુ બેકની સુવિધા મળશે. તે ઉપરાંત BookMyShow પર તમને 500 રૂપિયાનું મૂવી વાઉચર મળશે. તે સાથે જ 1500 બોનસ રિવર્ડ પોઈન્ટ પણ મળશે. irctc.co.in પર ટ્રેન ટિકિટ બુકિંગ પર પણ ખાસ છૂટ મળશે. તમે www.irctc.co.in પર રેલવે અને ફ્લાઈટ ટિકિટ બુકિંગ પર 1.8% ટ્રાન્ઝેક્શન ચાર્જની બચત કરી શકો છો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.