નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ કાયદાઓ પર ખેડૂતો તરફથી દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આંદોલનકારી ખેડૂતોને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે વાતચીત માટે બોલાવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતો સાથે આગામી ચરણની વાતચીત 3 ડિસેમ્બરે થવાની હતી, પરંતુ ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે અને ઠંડીની સાથે કોરોના વાયરસ સંક્રમણનો ખતરો છે, તેથી મીટિંગ વહેલા હોવી જોઈએ. તેઓએ કહ્યું કે સ્થિતિને જોતાં પહેલા ચરણની વાતચીતમાં સામેલ ખેડૂતોને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે વિજ્ઞાન ભવનમાં વાતચીત માટે બોલાવવામાં આવ્યા છે.

આંદોલન કરી રહેલા ખેડૂતોએ કહ્યું કે તેઓ કોઈ પણ જાતની શરત સાથે વાતચીત કરવા તૈયાર નથી. સાથે જ ચેતવણી આપી છે કે રાષ્ટ્રીય રાજધાની આવતા તમામ પાંચ પ્રવેશ માર્ગને બંધ કરી દેવામાં આવશે. ખેડૂતોને નવા કૃષિ કાયદા બાબતે આશંકા છે કે તેનાથી મિનિમમ સપોર્ટ પ્રાઇસ(MSP)ની પ્રથા બંધ થઈ જશે. આ દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે કોરોના વાયરસ અને ઠંડીને ધ્યાને રાખીને અમે ખેડૂત યુનિયનના નેતાઓને 3 ડિસેમ્બર પહેલા જ બેઠક માટે આવવાનું આમંત્રણ આપ્યું છે.

તોમરે કહ્યું કે, જ્યારે કૃષિ કાયદા બન્યા હતા ત્યારે કેટલાક લોકોએ ખેડૂતોમાં ભ્રમ ફેલાવ્યો હતો. કેન્દ્ર સરકારે 14 ઓક્ટોબર અને 13 નવેમ્બરે ખેડૂતોની સાથે બે ચરણની વાતચીત કરી હતી, તે સમયે પણ સરકારે ખેડૂતોને કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનનો રસ્તો ન અપનાવો. સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે.

કૃષિ મંત્રી બોલ્યા- ઠંડી અને કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને આજે બેઠક બોલાવી

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે કૃષિ કાયદો રજૂ કરવામાં આવ્યો ત્યારે તે ખેડૂતોમાં કેટલીક ગેરસમજ પેદા કરી હતી. 14 ઓક્ટોબર અને 13 નવેમ્બરના રોજ ખેડૂત નેતાઓ સાથે અમારી બે તબક્કાની વાતચીત થઇ છે. તે સમયે પણ અમે તેમને આંદોલન ન કરવા વિનંતી કરી હતી અને સરકાર વાતચીત માટે તૈયાર છે. 13 નવેમ્બરના રોજ મળેલી બેઠકમાં સામેલ તમામ ખેડૂત નેતાઓને પણ આ વખતે આમંત્રણ અપાયું છે. જેથી ત્રણ નવા કૃષિ કાયદાથી ઉદ્ભવતા ખેડૂતોની ચિંતા દૂર થઈ શકે.

આ અગાઉ ખેડૂત સંગઠનના નેતાઓ સાથે બેઠક કરી હતી

દરમ્યાન, કૃષિ સચિવ સંજય અગ્રવાલે 32 ખેડૂત સંઘોના પ્રતિનિધિઓને પત્ર લખીને તેમને આજની બેઠકમાં ચર્ચા માટે આમંત્રણ આપ્યું છે. અગ્રવાલે જે સંગઠનોને પત્ર લખ્યા છે તેમાં ક્રાંતિકારી ખેડૂત સંઘ, જમ્મુહારી કિસાન સભા, ભારતીય કિસાન સભા (દકુદા), કુલ હિન્દ કિસાન સભા અને પંજાબ કિસાન સંઘનો સમાવેશ થાય છે. અગાઉ 13 નવેમ્બરના રોજ મળેલી બેઠક પરિણામ વગરની રહી હતી.

કૃષિ બિલને લઈને અનેક ભ્રમ ફેલાઈ રહ્યા છે: રવિશંકર પ્રસાદ

ખેડૂતો નવા કૃષિ કાયદાઓનો વિરોધ ચાલુ રાખતાં ભાજપે તેમને ખાસ અપીલ કરી છે. પાર્ટીએ કહ્યું કે આ સુધારાઓ વિશે કોઈ ‘ગેરસમજ’ ન થવી જોઈએ. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે તબક્કાવાર ટ્વીટમાં કેટલાક ખેડૂત સંગઠનો અને વિરોધી પક્ષો વતી આ કાયદાઓની ટીકાનું ખંડન કર્યું. તેમણે કહ્યું કે નવા કૃષિ કાયદા કૃષિ ઉત્પાદ બજાર સમિતિની મંડીઓને રદ કરતા નથી. પહેલાની જેમ મંડીઓ કાર્યરત રહેશે. નવા કાયદાથી ખેડૂતોને તેમના પાક ક્યાંય પણ વેચવાની સ્વતંત્રતા મળી છે. જે પણ ખેડૂતોને ઉત્તમ ભાવ આપે છે તે પાક બજારમાં હોય કે બજારની બહાર ખરીદી કરી શકશે.

નોંધનીય છે કે કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો આવનારા સમયમાં MSP વ્યવસ્થા સમાપ્ત થવાને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમને એવી આશંકા પણ છે કે આ કાયદાઓથી તેઓ ખાનગી કંપનીઓને આધીન થઈ જશે.

સિંધુ બોર્ડર પર એક પ્રદર્શનકારી ખેડૂત રણવીર સિંહે કહ્યું કે, મેં એપીએમસીમાં લગભગ 125 ક્વિન્ટલ ખરીફ પાક વેચ્યો છે અને પોતાના બેંક ખાતામાં MSPની ચૂકવણી પ્રાપ્ત કરી છે. પરંતુ શું ગેરંટી કે જો માર્કેટ યાર્ડોની બહાર આ પ્રકારના વેપારની મંજૂરી રહી તો આ MSPની વ્યવસ્થા ચાલુ રહેશે. આ અમારી ચિંતા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube