ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ફેસબુક પર એક લેખને લઇને આમને સામને આવી ગયા છે. જેમાં ભારત પર ‘ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓ અને કાર્યકરોની નફરતની વાણીને અવગણવાનો’ આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આક્ષેપોનો સતત તબક્કો ચાલી રહ્યો છે. કોંગ્રેસનાં નેતા શશી થરૂર દ્વારા ભાજપનાં સાંસદ નિશીકાંત દુબે વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ આપ્યા બાદ હવે ભાજપનાં સાંસદ દુબેએ પણ શશી થરૂર વિરુદ્ધ વિશેષાધિકારની નોટિસ આપી છે.
શશી થરૂર અને કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકારનાં ભંગની નોટિસ આપતા ભાજપનાં સાંસદ નિશીકાંત દુબેએ કહ્યું હતું કે, થરૂરે સંસદીય પ્રક્રિયાનાં ગૌરવ, નૈતિકતા અને મૂળ સિદ્ધાંતોની બધી મર્યાદાઓ ઓળંગી છે જ્યારે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી “ફેંક સમાચાર અને નફરત ફેલાવવામાં લાગ્યા છે.” જણાવી દઇએ કે, કોંગ્રેસ નેતા શશી થરૂરે આ મામલે આઈટી અફેર્સની સંસદીય સ્થાયી સમિતિ સાથે વાત કરી હતી અને ફેસબુકને સવાલ-જવાબ માટે સમન્સ મોકલવા જણાવ્યું હતું. થરૂર આ સમિતિનાં અધ્યક્ષ છે. જ્યારે તેમના નિવેદનને તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ ટેકો આપ્યો હતો, ત્યારે ભાજપનાં સાંસદ નિશીકાંત દુબેએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે થરૂરને પરવાનગી વિના આવું કરવાનો કોઈ અધિકાર નથી.
એક અમેરિકન અખબારમાં પ્રકાશિત લેખ આવ્યા પછી નિશીકાંત દુબે અને શશી થરૂર વચ્ચે મૌખિક યુદ્ધ શરૂ થયું. 14 ઓગસ્ટનાંં રોજ, અમેરિકન અખબાર ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ ના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુકે ભારતમાં ભાજપનાં નેતાઓ અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલી દ્વેષપૂર્ણ ભાષણ પોસ્ટોને જાણી જોઈને અવગણ્યા હતા. આ લેખમાં એક ફેસબુક અધિકારીને ટાંકીને એમ પણ કહેવામાં આવ્યું છે કે ભાજપનાં કાર્યકર્તાઓને સજા કરવાથી ‘ભારતની કંપનીનાં વ્યવસાયને અસર થશે’.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.