કેન્દ્ર સરકારે હવે પાવર સેક્ટરને લઈને મોટું કદમ ઉઠાવવા જઈ રહી છે. દેશમાં પહેલી વખત વીજ ગ્રાહકોને નવી સુવિધા મળશે. આ અંગે વીજ મંત્રાલયે વીજળી નિયમો, 2020 અંગે સામાન્ય લોકો અને રાજ્ય સરકારો પાસેથી સૂચનો માંગ્યા છે. હવે તમે ફક્ત ત્યારે જ વીજળી કનેક્શન મેળવી શકશો, જ્યારે તમે સ્માર્ટ અથવા પ્રીપેઇડ મીટર ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છો.

આ રીતે મળશે વીજ બિલની માહિતી

જો વીજળી બિલ પર કોઈ શંકા છે, તો વિતરણ કંપનીઓ તમને રીઅલ ટાઇમ વપરાશની વિગતો લેવાનો વિકલ્પ આપશે. ખરેખર પાવર મંત્રાલય નવા ગ્રાહક નિયમો દ્વારા તેને કાયદાકીય રૂપ આપવા જઈ રહ્યું છે. ઉપભોક્તાઓ આ સ્માર્ટ અથવા પ્રીપેઇડ મીટર પોતાની જાતે લગાવી શકશે અથવા તો ડિસ્કોમમાંથી લઈ શકશે.

વિજ મંત્રાલયે આ જોગવાઈઓ કરી

ગ્રાહકો પર ડિસ્કમથી જ મીટર લેવાનું કોઈ દબાણ રહેશે નહીં. ઉપભોક્તાઓને બિલની વિગતો જાતે મોકલવાનો વિકલ્પ મળશે. એટલું જ નહીં, વિતરણ કંપની તમને પ્રોવિઝનલ બિલ પણ મોકલી શકશે નહીં. કટોકટીની પરિસ્થિતિમાં કામચલાઉ બીલ નાણાકીય વર્ષમાં ફક્ત 2 વાર મોકલી શકાય છે. તમને જણાવી દઈએ કે, કોરોના કાળમાં કંપનીઓએ પ્રોવિઝનલ બિલના નામે મોટા બીલ મોકલ્યા છે. ગ્રાહક અધિકાર 2020ના મુસદ્દામાં વિજ મંત્રાલયે આ જોગવાઈઓ કરી છે.

ગ્રાહકોને મળશે નવી વીજળી

જો કોઈ ગ્રાહકને બિલ 60 દિવસ મોડું આવે છે, તો ગ્રાહકને બિલમાં 2-5% ડિસ્કાઉન્ટ મળશે.

તમે વીજળીનું બિલ રોકડ, ચેક, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ચૂકવી શકો છો.

1000 રૂપિયા અથવા તેથી વધુનું બિલ ચુકવણી ફક્ત ઓનલાઇન જ કરવું પડશે.

વીજ કનેક્શન કાપવું, પાછું લેવું, મીટર બદલવું, બિલિંગ અને ચુકવણીનાં નિયમો પણ વધુ સરળ બનાવવામાં આવશે.

ગ્રાહકોને મળશે આ ખાસ સુવિધાઓ

સેવાઓ વિલંબ થશે તો વીજ વિતરણ કંપનીઓને દંડ/વળતરની જોગવાઈ.

વળતરને સીધું બિલ સાથે જોડીને મોકલવામાં આવશે.

ગ્રાહકો માટે એક 24×7 ટોલ ફ્રી સેન્ટર હશે.

નવું કનેક્શન મેળવવું, કનેક્શન કાપવું, કનેક્શન શિફ્ટ કરવા માટે મોબાઇલ એપ્લિકેશન એપ લોન્ચ શરૂ કરવામાં આવશે.

સેવાઓમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર, નામ બદલવું, લોડ બદલવું, મીટર બદલવું જેવી સેવાઓમાં કોઈપણ ફેરફાર આ એપ્લિકેશન દ્વારા થઈ શકશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube