એક લગ્ન આવા પણ! વહુ અને વરરાજો 7 મહિનાના બાળકને ખોળામાં રાખીને ફેરા ફર્યા, ગામવાળાની આંખો ફાટી ગઈ

લગ્ન જીવનમાં એકવાર આવતા હોય છે. દરેકને આનંદ થાય કે જીવનમાં એક વાર ફેરા તો ફરવા જ છે. લગ્નને શુભ પણ માનવામાં આવે છે. ત્યારે સમાજે સમાજે અને વિસ્તાર પ્રમાણે લગ્નની રીત-રસમ પણ અલગ અલગ હોય છે. પરંતુ અમુલ લગ્ન કંઈક એ રીતે થતાં હોય કે જોનારાની આંખો પણ પહોળી રહી જતી હોય છે. કંઈક એવા જ લગ્ન હાલમાં મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના કુમ્હાર ગામ જોવા મળ્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે, હજુ પણ અમુક સમાજમાં આંતરજ્ઞાતિય લગ્નને મંજૂરી નથી આપતા. પરિવારજનોની મંજૂરી ના હોય ત્યારે પ્રેમી પંખીડા ઘરેથી ભાગી જાય છે અથવા તો જીવન ટૂંકાવી નાખે છે. પરંતુ અમુલ લોકો ભાગતા નથી અને જંગ લડીને બધાની રાજી ખુશીમાં લગ્ન કરે છે.

હાલમાં જ મધ્યપ્રદેશમાં એક એવા લગ્ન કરવામાં આવ્યા છે જે જાણીને બધા લોકો હેરાન થઇ ગયા છે. આ લગ્નની હેરાન કરનારી વાત એ હતી કે, વરરાજા-વહુએ 7 મહિનાના બાળકને ખોળામાં રાખીને સાત ફેરા લીધા હતા. આ અનોખા લગ્ન મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના કુમ્હાર ગામમાં 8 ફેબ્રુઆરીએ થયા હતા, જેમાં વહુ નેહા અને વરરાજા કરણે તેના 7 મહિના દીકરા શિવાંશની હાજરીમાં લગ્ન કરી બધી રસમો નિભાવી હતી. આ રીતે બાળકને જોઈને બધા લોકો હેરાન થઇ ગયા હતા. લગ્નમાં જે લોકો હાજર રહ્યા હતાં એ બધાનું કહેવું છે કે અમે અમારી જિંદગીમાં આજ સુધી આવા અજીબ લગ્ન ક્યારે નથી જોયા. હવે આખા દેશમાં આ લગ્નની ચર્ચા થવા લાગી છે અને સમાચાર વહેતા થયા છે.

જો આ વરરાજા અને વધુ વિશે વધારે વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ અનુસાર, છતરપુરમાં રહેનારા પપ્પુ આહિરવારનો દીકરો દિલ્લી રહેતો હતો. 6 વર્ષ પહેલા તેના ગામની જ અને ઘરની સામે રહેતી નેહા કશ્યપ સાથે આંખ મળી ગઈ હતી. બંન્ને વચ્ચે એટલો પ્રેમ થઈ ગયો કે બંને લગ્ન કરવા ઇચ્છતા હતા, પરંતુ અલગ-અલગ જ્ઞાતિના કારણે યુવતીના પરિવારજનોએ આ લગ્ન માટે ના પાડી દીધી કારણ કે એમને આ મંજુર નહોતું. ત્યારબાદ 17 ફેબ્રુઆરી 2018ના રોજ ઘરેથી ભાગીને દિલ્લી પહોંચી ગયા હતા, ત્યાં તેમણે આર્યસમાજમાં આંતરજ્ઞાતિય લગ્ન કરી લીધા હતા.

લગ્ન પછી બન્ને એકલા રહેવા લાગ્યા અને કામ કરવા લાગ્યા. ત્ચારપછી 22 જૂન 2019ના રોજ નેહા અને કરણ એક પુત્રના માતા-પિતા બન્યા હતા. પુત્ર હવે તો 7 મહિનાનો થઇ ગયો હતો. નેહા અને કરણએ પુત્રને જન્મ આપ્યો હોવાની બંનેના પરિવારજનોને જાણ કરતાં તેને ગામ બોલાવ્યા હતા. બાદમાં ખુશી ખુશી ઘરે બોલાવીને અને લગ્ન માટે રાજી થયા હતાં. બાદમાં ફરીથી રીત-રિવાજ અનુસાર લગ્ન કરવાનો ફેંસલો લીધો હતો. જે માટે કંકોત્રી પણ છપાવી હતી. સમાજ અને સંબંધીઓને આ સમારોહમાં બોલાવવામાં આવ્યા હતા. બાદમાં આ રીતના અનોખા લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ઘણા પ્રેમી પંખીડા આ લગ્નની વાતો વાગોળતા જોવા મળી રહ્યા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube