દુબઈમાં કોઈ જ ફંડ-ફાળો લીધા વગર બનશે જલારામ બાપાનું ભવ્ય મંદિર.. જાણો કઈ રીતે..

જનસેવા અને ‘જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો’ ને જીવનમંત્ર બનાવી લોકો માટે જીવન સમર્પિત કરી દીધું જેમણે તેવા સંત શિરોમણી જલારામ બાપાનું ભવ્ય મંદિર હવે દુબઈમાં પણ બનશે. દેશ- વિદેશમાં વસતા તેમના ભક્તોને હવે જલારામ બાપાના દર્શનનો અવસર દુબઈમાં પણ મળશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા, ન્યુઝીલેન્ડ, નોર્થ આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં પણ જલારામ મંદિર આવેલા છે ત્યારે હવે દુબઈ સરકારે પણ જલારામ મંદિર બનાવવા માટે મંજુરી આપી છે.

આ મંદિર નિર્માણના ભગીરથ કાર્યમાં ભરતભાઇ રૂપારેલ કે જેઓ મૂળ પોરબંદરના વતની છે અને દુબઇમાં તેમજ કેનેડાના વાનકુવરમાં ગોલ્ડના શો રૂમ ધરાવે છે તેઓ આ કાર્ય માટે ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે.

મૂળ પોરબંદરના વતની અને દુબઈ તથા કેનેડાના વાનકુંવરમાં ગોલ્ડના શો રૂમ ધરાવતા ભરતભાઈ રૂપારેલ આ ભગીરથ કાર્યમાં ખાસ પ્રયાસો કરી રહ્યા છે. તેમજ તેઓ છેલ્લા ૨૦ વર્ષથી દુબઈ સ્થિત તેમના ઘરે કારતક સુદ સાતમના દિવસે જલારામ જયંતી ઉજવતા હોય છે.

આ મંદિર બનાવવા માટે એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવેલ છે જેમાં શ્રી હરીશભાઇ પવાણી કે જેઓ કચ્છી લોહાણા છે જેઓ ઓમાનથી દુબઈમાં આવીને વસેલા છે અને દુબઈમાં પરસોતમ કાનજીના નામે પ્રખ્યાત છે.

દુબઈમાં જલારામ મંદિર બનાવવા માટે એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું છે કે જેમાં ઓમાનથી દુબઈ જઈને વસેલા કચ્છી લોહાણા હરીશભાઈ પવાણી જેઓ ત્યાં પરસોત્તમ કાનજીના નામે પ્રખ્યાત છે તેઓ છે. તેઓ દુબઈમાં ગોલ્ડ, કરન્સી તેમજ ઇન્ફર્મેશન ટેકનોલોજીનો વ્યવસાય ધરાવે છે.

નહીં ઉઘરાવવામાં આવે કોઈ ફંડ કે ફાળો

દુબઈમાં ભવ્ય મંદિર બનાવવાનું હોવા છતાં કોઈપણ પ્રકારનો ફંડ કે ફાળો ઉઘરાવવામાં નહીં આવે તેવું કહેવામાં આવ્યું છે. મંદિર બનાવવા માટે જે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે તેના ટ્રસ્ટીઓ સક્ષમ હોવાથી ફંડ કે ફાળા વગર જ જલારામ મંદિર બનાવવામાં આવશે તેવો સંકલ્પ રઘુવંશી સમાજના આગેવાનોએ લીધો છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટથી ૬૦ કિમીના અંતરે આવેલા વીરપુર જલારામ મંદિર ખાતે પણ કોઈ પ્રકારના દાન કે ફંડ- ફાળા વગર વર્ષોથી સદાવ્રત ચલાવવામાં આવે છે અને રોજ હજારો ભાવિકો તથા સાધુ- સંતોને ભોજન આપવામાં આવે છે. વીરપુર જલારામ મંદિર સાથે બાપાના ભક્તો અને રઘુવંશી સમાજની આસ્થા જોડાયેલી છે. જલારામ બાપાએ વીરપુરમાં જ સમગ્ર જીવન પસાર કર્યું હતું.

ગુજરાતમાં વીરપુર ઉપરાંત ચોટીલા- રાજકોટ હાઈવે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, અમરેલી, સાવરકુંડલા, સાણંદ, બાવળા, પોરબંદર, ડીસા સહિતના શહેરોમાં તથા મહારાષ્ટ્રમાં નાગપુરમાં પણ ભવ્ય જલારામ મંદિર આવેલ છે.

મોટાભાગના જલારામ મંદિરોએ ગુરુવારના દિવસે ખીચડીનો પ્રસાદ આપવામાં આવતો હોય છે તથા જલારામ બાપાના જીવનના આદર્શ સમાન સદાવ્રત અને સેવાકીય કાર્યો પણ થતા હોય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube