‘સપનું નહીં આ હકીકત છે’ હીરો-હોન્ડા-TVSની ગમે તે બાઇક એક જ રૂપિયામાં, આટલું કેશબેક અને પ્રોસેસિંગ ફી પણ નહીં

ભારતમાં અને ગુજરાતમાં વધતાં જતા કોરોનાના કેસ વચ્ચે હવે બધું અનલોક થઈ રહ્યું છે અને લોકો પણ કામ ધંધે ચડી રહ્યા છે. આ અનલોકમાં દેશ અને રાજ્ય હવે ધીરે ધીરે ખૂલી રહ્યાં છે અને ફેસ્ટિવ સિઝન શરૂ થઈ રહી છે. ત્યારે ગ્રાહકોને આકર્ષવા માટે નવી નવી ઓફરો લાવવામાં આવી રહી છે, એ વચ્ચે તમારા સાટે ખુબ જ સારા સમાચાર આવી રહ્યા છે.

જો તમે તેનો લાભ લેવા માગતા હો તો તમે માત્ર એક રૂપિયો આપીને મનપસંદ બાઇક ખરીદી શકો છો. આ ઓફર હેઠળ તમને 5% કેશબેક પણ મળશે અને કોઈ પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી નહીં પડે. આ ઓફર હેઠળ તમે હીરો મોટો કોર્પ, હોન્ડા અને TVSની મનપસંદ બાઇક ખરીદી શકો છો. આ સુવિધા ફેડરલ બેંક દ્વારા દેશભરના 947 શો રૂમમાં આપવામાં આવી રહી છે.

ડેબિટ કાર્ડ પર EMI સુવિધા પણ મળશે

સૌથી ખાસ વાત જણાવતાં ફેડરલ બેંકે જણાવ્યું છે કે આ માટે ગ્રાહકે બેંક બ્રાંચમાં જવાની જરૂર નથી. બેંકે કહ્યું કે, ટૂ-વ્હીલર ખરીદનારા ગ્રાહકો માટે આ ખૂબ જ સારી ઓફર છે. ફેડરલ બેંકના ગ્રાહકોને તેમના ડેબિટ કાર્ડ પર EMI સુવિધા પણ મળશે. બેંકે કહ્યું કે આ ઓફર હેઠળ કોઈ પેપરવર્ક પણ કરવામાં નહીં આવે. આ સંપૂર્ણ રીતે ઓનલાઇન થશે. તમે ઘેરબેઠાં આ કામ કરી શકો છો. ફેડરલ બેંકે એમ પણ કહ્યું કે ટૂ-વ્હીલર લોનથી વિપરીત બેંકના ડેબિટ કાર્ડ EMI પર ખરીદાયેલા વાહનોને બેંકની તરફેણમાં હાઇપોથિકેશન કરાવવાની જરૂર નથી.

દેશભરમાં 793 શો રૂમ્સ પર 5% કેશબેક મેળવી શકે છે

આગળ વાત કરતાં ફેડરેલ બેંકે કહ્યું હતું કે, ગ્રાહકો 3, 6, 9 અથવા 12 મહિનાની ચૂકવણીનો સમયગાળો પસંદ કરી શકે છે. આ પ્લાન હેઠળ લોન પર કોઈ પ્રોસેસિંગ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. ગ્રાહકો હોન્ડા મોટરસાઇકલના દેશભરમાં 793 શો રૂમ્સ પર 5% કેશબેક મેળવી શકે છે. આ માટે ગ્રાહકોએ 5676762 નંબર પર SMS અથવા 7812900900 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે. આ નંબર પર ફોન કરીને EMI વિશે પણ માહિતી મેળવી શકાશે.

36,000 સ્ટોર્સમાં ડેબિટ કાર્ડ પર EMI પેમેન્ટની સુવિધા આપે છે

ફેડરલ બેંકે કહ્યું કે, ફેસ્ટિવ સિઝનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા અને પ્રોટોકોલના કારણે મુસાફરો તરફથી ટૂ-વ્હીલરની માગમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. લોન આપવનારી NBFC શ્રીરામ સિટીના અધિકારીનું કહેવું છે કે, આ વખતે અચાનક ટૂ-વ્હીલર્સની માગમાં વધારો થયો છે. તેમજ, આગામી સમયમાં બાઇક પર GST ઘટવાની સંભાવના છે.

સરળ લોન અને કેશબેક ઓફર જેવા ઓપ્શન્સને કારણે ગ્રાહકો ટૂ-વ્હીલર ખરીદી રહ્યાં છે. ફેડરલ બેંક દેશભરના 36,000 સ્ટોર્સમાં ડેબિટ કાર્ડ પર EMI પેમેન્ટની સુવિધા આપે છે. બેંકે તાજેતરમાં ઇ-કોમર્સ પોર્ટલ એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ખરીદી માટે EMI સુવિધા શરૂ કરી છે. તો જો તમારે પણ લાભ લેવાનો હોય તો જલ્દી કરો અને ફટાફટ પ્રોસેસ શરૂ કરી દો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube