Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Other

ડ્રાઈવિંગ લાઈસેંસની બનાવવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ! ઓનલાઈન અરજી કરવાની આ છે સરળ રીત, ફટાફટ થઈ જશે તમારુ કામ

તમારી પાસે ટૂ-વ્હીલર એટલે કોઈ બાઈક હોય અથવા સ્કૂટર… અથવા કે, ફોર વ્હીલર, ડ્રાઈવિંગ લાઈસેંસ વગર ગાડી ચલાવવી ગેરકાયદેસર છે. ડ્રાઈવિંગ લાઈસેંસને ઓળખાણ પત્રના રૂપમાં પણ માન્યતા છે. ઘણા લોકોને હજુ પણ ઓનલાઈન ડ્રાઈવિંગ લાઈસેંસ બનાવવાની આખી પ્રક્રિયા માલૂમ નથી.

ડીએલ બનાવવાની સરળ રીત શું છે?

ઘણા બધા લોકો ડ્રાઈવિંગ લાઈસેંસ તો બનાવવા માગે છે, પરંતુ કલાકો સુધી લાઈનમાં લાગવા માગતા નથી. એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે, આ ઝંઝટથી બચતા ડીએલ બનાવવાની સરળ રીત શું છે? સૌ પ્રથમ વાત કરીએ ઓનલાઈન ડ્રાઈવિંગ લાઈસેંસ માટે અરજી કરવા પ ર તમારે ક્યાં દસ્તાવેજોની જરૂરિયાત પડશે.

ઓનલાઈન લાઈસેંસ માટે અરજી કરી શકો

ડ્રાઈવિંગ લાઈસેંસ માટે જરૂરી દસ્તાવેજ તમારી પાસે સ્થાઈ એડ્રેસ માટે વોટર કાર્ડ, આધાર કાર્ડ, વિજળી બિલ, ટેલીફોન બિલ, રાશન કાર્ડ અથવા સરકારી કર્મચારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ આઈડી કાર્ડ હોવું જોઈએ. ત્યારબાદ તમારી ઉંમરના પ્રમાણ માટે તમારી પાસે 10માં ધોરણના બોર્ડની માર્કશીટ, બર્થ સર્ટિફિકેટ, પાન કાર્ડ હોવું જરૂરી હશે. આ દસ્તાવેજ ન હોય તો મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર એફિડેવિટની જરૂરિયાત હશે. આ બધા દસ્તાવેજોના સહારે તમે ઓનલાઈન લાઈસેંસ માટે અરજી કરી શકો છો.

ઓનલાઈન અરજીની પ્રક્રિયા

  • ઓનલાઈન ડ્રાઈવિંગ લાઈસેંસની અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ https://morth.nic.in/ પર જવાનું રહેશે.
  • અહીંયા તમારે રાજ્ય સિલેક્ટ કરવાનો રહેશે અને તમારી સામે અપ્લાઈનો ઓપ્શન આવશે.
  • અહીંયા ન્યૂ ડ્રાઈવિંગ લાઈસેંસવાળી લિંક પર ક્લિક કરવું પડશે.
  • ત્યારબાદ તમારી સામે અરજી ફોર્મનું પેજ ખુલી જશે. અહીંયા માગવામાં આવેલી બધી જાણકારીઓને સાચી રીતે ભરો.
  • ત્યારબાદ હવે તમારે ઓનલાઈન અરજીની ફી જમા કરવી પડશે.

અરજી પૂર્ણ થયા બાદ તમને એક રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે. હવે અહીંયાથી આગામી પ્રક્રિયા શરૂ થશે.

  • ઓનલાઈન અરજી કર્યા બાદ તમને ડ્રાઈવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
  • આ ડ્રાઈવિંગ ટેસ્ટ માટે તમારે તે અધિકારીની સામે ઉપલબ્ધ હોવું જરૂરી બનશે.
  • અહીંયા તમારે ટૂ વ્હીલર અથવા ફોર વ્હીલર, જે વાહન માટે અપ્લાઈ કર્યુ છે, તેને ચલાવીને બતાવવું પડશે. તમારી સાથે સંબંધિત વાહન હોવુ ફરજિયાત છે.
  • ટેસ્ટમાં પાસ થવા માટે તમારી બધા વાહન-વ્યવહારના નિયમોનું પાલન કરી ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની રહેશે અને સાથે જ કોન્ફિડેન્ટ રહેવું પડશે.
  • ત્યારબાદ મોટર વ્હીકલ ઈંસ્પેક્ટર તમારી ડ્રાઈવિંગ ટેસ્ટનો નિર્ણય આપશે.જો તમને પાસ જાહેર કરવામાં આવશે તો તમારી અરજીને પૂર્ણ સ્વીકૃતિ આપી દેવામાં આવશે અને આગામી કેટલાક દિવસોમાં તમને ડ્રાઈવિંગ લાઈસેંસ આપી દેવામાં આવશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

માત્ર 10 સેકન્ડમાં જમીનદોસ્ત થયું 144 માળનું આ બિલ્ડિંગ, જુઓ VIDEO

Nikitmaniya

શુ તમારી પાસે છે દસ ની આ જૂની નોટ, તો તમે તેને વેચીને બની શકો છો માલામાલ, જાણો એક દસ ની નોટ ની કિંમત છે આટલી…

Nikitmaniya

વિશ્વની પ્રથમ ‘આર્મલેસ પાઈલટ’ બની અમેરિકાની આ મહિલા, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં મળ્યું સ્થાન

Nikitmaniya