Ahemdabad:ડોલર સામે રૂપિયાની મજબૂતી બાદ સોના-ચાંદીમાં તેજી, જાણો આજે કેટલો થયો સોના-ચાંદીનો ભાવ?

અમદાવાદઃ ડોલરની તુલનાએ ભારતીય રૂપિયામાં (Indian Rupee) તેજી આવ્યા બાદ આજે સોમવારે ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઉજાળો જોવા મળ્યો. સોનાના ભાવ પાછળ દિલ્હી બજારમાં ચાંદીના ભાવમાં પણ સુધારો જોવા મળ્યો હતો. જોકે, અમદાવાદ ઝવેરી બજારમાં એક ચાંદીના ભાવમાં (Silver price today) 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price today) કોઈ ફેરફાર ન થતાં પાછલા ભાવે સ્થિતર રહ્યો હતો.

અમદાવાદમાં સોના-ચાંદીના ભાવ (Ahmedabad Gold-Silver price)
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોમવારે સપ્તાહના પહેલા દિવસે (Silver Price on 07 September 2020) એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,300 રૂપિયા રહી હતી. શનિવારે ચાંદી ચોરસા 65,000 રૂપિયા અને ચાંદી રુપું 64,800 રૂપિાયના સ્તરે બંધ રહી હતી.

આ ઉપરાંત આજે સોમવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold Price on 07 September 2020) કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ 52,500 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,300 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. આ ઉપરાંત હોલમાર્ક દાગીનામાં પણ પ્રતિ 10 ગ્રામના ભાવમાં કોઈ ફેરફાર ન થતાં દાગીના 51,450 રૂપિયાના ભાવે રહ્યા હતા.

દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ (Delhi Gold-Silver price)
દિલ્હી સરાફા બજારમાં સોનાના ભાવમાં 258 રૂપિયા વધારો જોવા મળ્યો હતો. આમ નવા ભાવ પ્રમાણે સોનું 51,877 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચ્યું હતું. આ પહેલા સોનાનો ભાવ 51,619 રૂપિયા પ્રિત 10 ગ્રામ ઉપર બંધ રહ્યું હતું.આ પણ વાંચોઃ-

આ ઉપરાંત દિલ્હી બજારમાં એક કિલો ચાંદીના ભાવમાં 837 રૂપિયાનો વધારો થતાં નવો ભાવ 69,448 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે રહ્યો હતો. જે પહેલા 68,611 રૂપિાય પ્રતિ એક કિલોગ્રામ હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીનો ભાવ
આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોમવારે સોનાનો ભાવ 1932 ડોલર પ્રતિ ઔસના સ્તરે અને ચાંદીનો ભાવ 26.93 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ રહ્યો હતો.

જાણકારોનું શું કહેવું છે?
HDFC સિક્યુરિટીઝના સીનિયર એનાલિસ્ટ (કોમોટિડી) તપન પટેલનું કહેવું છે કે, અમેરિકી બજારોમાં કારોબારની અનુપસ્થિતિ વચ્ચે ઘરેલું બજારમાં સોનાનું ટ્રેડિંગ સંકુચિત દાયરામાં જોવા મળ્યું હતું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube