28 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી પ્રોપર્ટી, જ્વેલરી, ગાડીઓથી લઈને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી શુભ રહેશે
જ્યોતિષીઓના મતે, 2 નવેમ્બરે રોકાણ અને ખરીદી કરવાથી ત્રણ ગણો ફાયદો મળશે
ગુરુપુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી ઓછા ખર્ચમાં વધારે ફાયદો આપશે

આજે ગુરુપુષ્ય નક્ષત્ર:દિવાળી સુધી ખરીદદારી અને રોકાણ માટે બધા દિવસે શુભ મુહૂર્ત, 19 વર્ષ બાદ ધનતેરસ પર ત્રિપુષ્કર યોગ
2 કલાક પહેલા

આજે ગુરુપુષ્ય નક્ષત્રથી ખરીદી અને રોકાણ માટે શુભ સમય શરૂ થઈ ગયો છે. 28 ઓક્ટોબર (પુષ્પ નક્ષત્ર) થી 4 નવેમ્બર (દિવાળી) સુધી આવાં મુહૂર્ત રહેશે, જેમાં પ્રોપર્ટી, જ્વેલરી, ગાડીઓથી લઈને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ સુધીની ખરીદી કરવી શુભ રહેશે તેમજ 19 વર્ષ બાદ ધનતેરસ પર ત્રિપુષ્કર યોગ પણ બની રહ્યો છે. અગાઉ 2002માં આવું થયું હતું. જ્યોતિષીઓના મતે આ યોગમાં કરવામાં આવેલાં કામોથી ત્રણ ગણો ફાયદો મળે છે.

આજે પુષ્પ નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદદારી વધારે ફાયદાકારક રહેશે, કેમ કે આ શુત્ર નક્ષત્રની સાથે ચંદ્રમા, બુધ અને શનિ પોતાની રાશિમાં રહેશે. એ ઉપરાંત સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને રવિયોગ હોવાથી દિવસ વધુ વિશેષ બની ગયો છે. આ ગ્રહ-યોગમાં કરવામાં આવેલું રોકાણ અને ખરીદદારી ઓછા ખર્ચમાં વધારે ફાયદો આપનારી હોય છે.

ધનતેરસ પર ત્રણ ગણો ફાયદો
પુરીના જ્યોતિષી ડૉ. ગણેશ મિશ્રા કહે છે, 2 નવેમ્બરના રોજ ધનતેરસ હોવાથી 19 વર્ષ બાદ તિથિ વાર અને નક્ષત્ર મળીને ત્રિપુષ્કર નામનો શુભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં કરવામાં આવેલા રોકાણથી ત્રણ ગણો ફાયદો મળી શકે છે. ત્રિપુષ્કર યોગમાં કરવામાં આવેલી ખરીદદારી પણ ત્રણ ગણી શુભ અને ફાયદાકારક માનવામાં આવે છે. તેથી આ દિવસે બિઝનેસ અને શુભ કામોની શરૂઆત કરવી જોઈએ.

દુર્લભ યોગઃ ગુરુ-શનિની યુતિમાં પુષ્ય નક્ષત્ર
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના અનુસાર, 677 વર્ષ બાદ આવો સંયોગ બની રહ્યો છે, જ્યારે મકર રાશિમાં ગુરુ અને શનિની યુતિ રહેવાથી ગુરુપુષ્ય સંયોગ બની રહ્યો છે. અગાઉ 5 નવેમ્બર 1344ના રોજ આવો સંયોગ બન્યો હતો. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે અને શનિના નક્ષત્રમાં કરવામાં આવેલાં કામ લાંબા સમય સુધી ચાલે છે.

કઈ તારીખે શું ખરીદશો?
28 ઓક્ટોબર: ગુરુવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવાથી ગુરુપુષ્ય યોગ બની રહ્યો છે, સાથે જ આખો દિવસ સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ અને રવિયોગ હોવાથી આજના દિવસે દરેક પ્રકારની ખરીદદારી અને રોકાણ કરી શકાય છે.

29 ઓક્ટોબર: શુભ યોગ હોવાની સાથે શુક્રવાર અને આઠમનો સંયોગ છે. તે વાહન ખરીદી માટેનું ખાસ મુહૂર્ત છે. સાથે જ ભોજનની વસ્તુઓ, ઔષધિની ખરીદી અને નવી સ્થાપના કરવાથી ફાયદો થશે.

30 ઓક્ટોબર: શનિવારે શુક્લ યોગ છે, સાથે જ અશ્લેષા નક્ષત્રને કારણે માનસ યોગ પણ છે. આ શુભ સંયોગમાં ઔષધિ, મીઠાઈ, મોતી, સુગંધિત વસ્તુઓ, એક્વેરિયમ અને મહિલાઓ સંબંધિત વસ્તુઓની ખરીદી કરી શકાય છે.

31 ઓક્ટોબર: બ્રહ્મ યોગ સાથે રવિવાર અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રનો સંયોગ હોવાને કારણે પ્રોપર્ટીમાં રોકાણ અથવા ખરીદદારી માટે શુભ દિવસ છે, સાથે જ શસ્ત્રો, મશીનરી અને વ્હીકલની ખરીદદારી શુભ રહેશે.

1 નવેમ્બર: આ દિવસે ઈન્દ્ર યોગ છે. ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર હોવાને કારણે સિદ્ધિ આપનારો શ્રીવસ્ત યોગ રહેશે. સુખ અને સમૃદ્ધિ આપનારા શુક્રનો નક્ષત્ર હોવાથી આ મુહૂર્તમાં દરેક પ્રકારની ખરીદદારી કરી શકાય છે. આ દિવસે ઈલ્ક્ટ્રોનિક્સ સામાનના શૉપિંગનું ખાસ મુહૂર્ત છે.

2 નવેમ્બર: આ દિવસે ધનતેરસનો પર્વ છે. ખરીદદારી માટે સારું મુહૂર્ત છે, સાથે જ આજના દિવસે ત્રિપુષ્કર યોગ હોવાને કારણે દરેક પ્રકારનું રોકાણ અને ખરીદી કરી શકાશે. આ દિવસે પ્રદોષ અને હસ્ત નક્ષત્ર યોગ હોવાને કારણે વાહન, જમીન, મકાન, આભૂષણ અને વસ્ત્ર સહિતની ખરીદી લાભદાયક રહેશે.

3 નવેમ્બર: રૂપ ચતુર્દશી પર ચિત્રા નક્ષત્ર આખો દિવસ રહેશે. ચંદ્રમા અને બુધ બંને આ નક્ષત્રમાં રહેશે. ચંદ્રમા પર ગુરુની દૃષ્ટિ હોવાને કારણે ઘરની સજાવટ અને સુખ-સુવિધાઓની વસ્તુઓની ખરીદી કરી શકાય છે.

4 નવેમ્બર: દિવાળીના દિવસે સૂર્યોદય સાથે જ ચતુર્ગ્રહી શુભ યોગ શરૂ થશે. એ આખો દિવસ રહેશે. લક્ષ્મી પૂજા સાથે આ દિવસે દરેક પ્રકારની ખરીદી માટે ખાસ મુહૂર્ત રહેશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube