દિવાળી આવી રહી છે અને ઘરની સાફસફાઈ શરૂ થઈ ગઈ હશે. હવે દિવાળી આવે એટલે નાસ્તા અને મીઠાઈની સાથે ઘરમાં નવું મહેમાન પણ આવતું હોય છે. આ મહેમાન એટલે આપણાં બધાંની ડ્રીમ કાર. જો તમે પણ આ દિવાળી પર નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હો તો ઇન્ડિયન ઓટો માર્કેટમાં નવી ગાડીઓ આવવા જઈ રહી છે. આ બ્રાન્ડ ન્યૂ કાર ખરીદીને તમે તમારાં ઘરની શોભા વધારી શકો છો. ફેસ્ટિવ સિઝનમાં કંપનીઓ વિવિધ પ્રોડક્ટ લોન્ચ કરે છે અને સાથે ગ્રાહકોને આકર્ષવા અટ્રેક્ટિવ ડિસ્કાઉન્ટ પણ આપે છે. એટલે તમે પણ આ ફેસ્ટિવ સિઝનની ઓફર્સનો લાભ ઉઠાવો અને બેસ્ટ બજેટમાં બેસ્ટ ગાડીનું સિલેક્શન કરો. અહીં એવી ગાડીઓ વિશે વાત કરવામાં આવી છે જે તાજેતરમાં જ લોન્ચ થઈ છે અથવા આવનારા સમયમાં લોન્ચ થવાની છે.
મારુતિ સુઝુકી સેલેરિયો ન્યૂ જનરેશન
ભારતની સૌથી લોકપ્રિય ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકી ટૂંક સમયમાં સેલેરિયોનું નવું વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. નવી સેલેરિયોનું ટેસ્ટિંગ થઈ ગયું છે અને તેના ફોટોઝ પણ આવી ગયા છે. ન્યૂ સેલેરિયો જૂનાં મોડેલ કરતાં મોટી અને વધુ જગ્યા ધરાવે છે. આમાં ઘણા નવાં ફીચર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. નવી સેલેરિયોમાં એન્જિન જૂના મોડેલ જેવું જ 1.0-લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 67 Bhp પાવર અને 90 Nm ટોર્ક જનરેટ કરે છે. મારુતિ સુઝુકી સેલેરિયો એ 5-સીટર હેચબેક છે, જેની પ્રારંભિક કિંમત 4.66 લાખ રૂપિયા છે.
મારુતિ વેગનઆર
આ મારુતિ સુઝુકીની મોસ્ટ પોપ્યુલર કાર છે. કારનું પેટ્રોલ એન્જિન લિટર દીઠ 21.79 કિમીની એવરેજ આપે છે. કારનું CNG વર્ઝન કિલોગ્રામ દીઠ 32.52 કિમીની એવરેજ આપે છે. તેની શો રૂમ કિંમત 4.93 લાખ રૂપિયા છે અને તેનાં ટોપ મોડેલની કિંમત 6.45 લાખ રૂપિયા સુધી જાય છે.
રેનો કાઇગર
રેનોની આ કોમ્પેક્ટ SUV લિટર દીઠ 20.53 કિમીની એવરેજ આપે છે. આ કાર પેટ્રોલ એન્જિન સાથે પણ ખરીદી શકાય છે. તેનું ટર્બો એન્જિન 100PS પાવર અને 160Nm ટોર્ક જનરેટ કરે છે. રેનો કાઇગરની કિંમત 5.64 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તેનાં ટોપ મોડેલની કિંમત 10.09 લાખ રૂપિયા છે. તેમાં 5 લોકો બેસી શકે છે.
ટાટા ટિયાગો
ટાટા ટિયાગોની પ્રારંભિક કિંમત 5 લાખ રૂપિયા છે અને તેનાં ટોપ મોડેલની કિંમત 7.05 લાખ રૂપિયા છે. ટિયાગોનું પેટ્રોલ એન્જિન લિટર દીઠ 23.84 લિટરની એવરેજ આપે છે. ટિયાગો CNG ટૂંક સમયમાં જ ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ શકે છે અને તેનાં CNG વેરિઅન્ટનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.
MG એસ્ટર
MG મોટર ઈન્ડિયાએ ભારતમાં નવી એસ્ટર કોમ્પેક્ટ SUV લોન્ચ કરી છે. SUVની પ્રારંભિક કિંમત 9.78 લાખ રૂપિયા છે. કંપનીના શાર્પ ટ્રિપ વેરિઅન્ટની કિંમત 16.78 લાખ રૂપિયા છે. તેનું બુકિંગ 21 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. સેફ્ટી માટે SUVમાં 6 એરબેગ, ટેક્શન કન્ટ્રોલ, હિલ ડિસન્ટ કન્ટ્રોલ અને 4 ડિસ્ક બ્રેક મળે છે. ઈલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, ટાયર પ્રેશર મોનિટર સહિતનાં ફીચર્સ આપવામાં આવ્યાં છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.