૧૧ વચનો

સાઈબાબાના ૧૧ વચનોમાં છુપાયેલ છે જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓના સમાધાન, દુર થશે આપનું દુર્ભાગ્ય.

સાઈબાબાએ પોતાનું સંપૂર્ણ જીવન લોકોની સેવા કરવામાં વિતાવી દીધું. સાઈબાબાનો મુખ્ય મંત્ર શ્રદ્ધા અને સબુરી છે. સાઈબાબાને હિંદુ અને મુસ્લિમ એમ બંને ધર્મના લોકો ખુબ માને છે. સાઈબાબા પાસે બધી જ સમસ્યાનો ઉકેલ હોય છે. સાઈબાબા પાસે જે પણ વ્યક્તિ પોતાની મુશ્કેલી લઈને આવે છે તો સાઈબાબા તે વ્યક્તિની મુશ્કેલી દુર કરી દેતા હતા. સાઈબાબાએ અંગે કેટલાક વચનો સાઈ સચ્ચરીત્ર નામના એક ધાર્મિક ગ્રંથમાં જણાવવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ સાચા મનથી સાઈબાબાના વચનોનું ધ્યાન કરે છે તે વ્યક્તિની તમામ મુશ્કેલીઓ દુર થઈ જાય છે. આધ્યાત્મની મોટી શિક્ષા સાઈબાબાના આ ૧૧ વચનોમાં છુપાયેલ છે. ચાલો જાણીએ સાઈબાબાના વચનો વિષે…

-‘જો શિરડી મેં આયેગા, આપદ દુર ભગાયેગા.’

સાઈબાબાએ પોતાના જીવનકાળના સૌથી વધારે સમય શિરડીમાં જ રહીને પસાર કર્યો છે એટલા માટે એવું કહેવામાં આવે છે કે, કોઇપણ ભક્ત જો શિરડીમાં આવશે તો તે ભક્તની તમામ મુશ્કેલીઓ દુર થશે. જો કોઈ ભક્ત માટે શિરડી જવું શક્ય નથી તો તે ભક્ત પોતાના ઘરની નજીક આવેલ કોઇપણ સાઈબાબાના મંદિરમાં જઈને દર્શન કરી શકે છે.

-‘ચઢે સમાધિ કઈ સીઢી પર, પૈર તલે દુઃખ કી પીઢી પર.’

આ પંક્તિનો અર્થ થાય છે કે, જો કોઈ સાઈ ભક્ત પોતાના સાચા મનથી સાઈબાબાની સમાધિના પગથિયા ચડે છે તો ભક્તના બધા જ પ્રકારના દુઃખો માંથી રાહત મળે છે.

-‘ત્યાગ શરીર ચલ જાઉંગા, ભક્ત હેતુ દૌડા આઉંગા.’

સાઈબાબા આ વચનમાં પોતાના ભક્તોને જણાવે છે કે, મારું નશ્વર શરીર હવે નાશ થઈ ગયું છે, પણ મારા ભક્તો જયારે પણ મને સાચા મનથી સ્મરણ કરશે ત્યારે હું તે ભક્તની મદદ માટે દોડી આવીશ.

-‘મન મેં રખના દ્રઢ વિશ્વાસ, કરે સમાધિ પૂરી આશ.’

આ વચનમાં સાઈબાબા પોતાના ભક્તોને જણાવે છે કે, જે ભક્ત પોતાના મનમાં દ્રઢ વિશ્વાસ રાખીને સાઈબાબાની સમાધિ પર આવે છે તે ભક્તોને ક્યારેય નિરાશ પાછા જવું પડતું નથી.

-‘મુજે સદા જીવિત હી જાનો, અનુભવ કરો સત્ય પહચાનો.’

આ વચનમાં સાઈબાબા પોતાના ભક્તોને જણાવે છે કે, મને હંમેશા આપ જીવિત જ માનજો. ભક્તો પોતાની સાચી ભક્તિ અને સાચી લાગણીથી સત્યને જાણી લેજો.

-‘મેરી શરણ આ ખાલી જાએ, હો તો કોઈ મુજે બતાએ.’

આ વચનમાં સાઈબાબા જણાવે છે કે, જે ભક્ત મારી શરણમાં આવે છે અને પોતાની મુશ્કેલીઓ જણાવે છે તે ભક્તોને ક્યારેય નિરાશ પાછા જવું પડતું નથી.

-‘જૈસા ભાવ રહા જિસ જન કા, વૈસા રૂપ હુઆ મેરે મન કા.’

સાઈબાબા આ વચનમાં પોતાના ભક્તોને જણાવે છે કે, જે ભક્ત પોતાના મનમાં જેવા ભાવ સાથે આવે છે તે ભક્તને તેવા સ્વરૂપમાં હું એમને મળીશ.

-‘ભાર તુમ્હારા મુજ પર હોગા, વચન ન મેરા ઝૂઠા હોગા.’

આ વચનમાં સાઈબાબા ભક્તોને જણાવે છે કે, જે ભક્તો મારી ભક્તિ કરે છે તેમનો બધો જ ભાર મારી પર હંમેશા જ રહેશે અને હું હમેશા જ મારા ભક્તોની મદદ કરીશ.

-‘આ સહાયતા લો ભરપુર, જો માંગા વો નહી હૈ દુર.’

સાઈબાબા આ વચનમાં પોતાના ભક્તોને જણાવે છે કે, જે ભક્ત મને સાચા મનથી મારું સ્મરણ કરશે તે ભક્ત માટે હું હંમેશા હાજર રહીશ. સાચા મનથી ભક્તિ કરનાર ભક્તો માટે હું તેમનાથી દુર નથી.

-‘મુજમે લિન વચન મન કાયા, ઉસકા ઋણ ન કભી ચુકાયા.’

સાઈબાબા આ વચનમાં જણાવે છે કે, જે ભક્ત સાચા મનથી, વચન અને કાયાથી મારી ભક્તિ કરે છે તે ભક્તો માટે હું હંમેશા ઋણી રહીશ.

-‘ધન્ય ધન્ય વ ભક્ત અનન્ય, મેરી શરણ તજ જિસે ન અન્ય.’

આ વચનમાં સાઈબાબા ભક્તોને જણાવે છે કે, જે ભક્ત પોતાના અનન્ય ભાવથી મારી ભક્તિમાં લિન રહે છે. તે ભક્તો મારા સાચા ભક્ત છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube