ડિપ્રેશન જેવા રોગોને દૂર કરવા વાંચો ભગવદ્ ગીતાનો આ શ્લોક, રહેશો એકદમ સ્ટ્રેસ ફ્રી

રોજબરોજની ભાગદોડમાં કામ અને ઘર પરિવાર સાથે જોડાયેલ ઘણી બધી વાતો તમને માનસિક રીતે થકવી દે છે અને તણાવનું કારણ બની જાય છે. જો તમે માનસિક તણાવનો શિકાર હોવ તો તમારે શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકો વાંચવા જોઈએ. અજ્ઞાત ડર કે અસુરક્ષાની ભાવના થાય તો શ્રીમદ ભાગવત અંધકારમાં પ્રકાશની જેમ કામ કરે છે. ગીતામાં જિંદગીની સાર છુપાયેલો છે. એમાં જીવન સાથે જોડાયેલી બધી જ તકલીફોનું સમાધાન રહેલું છે. જો તમે ક્યારેક દુઃખના જપેટામાં આવી જાવ તો શ્રીમદ ભાગવતના આ શ્લોક જરૂર વાંચો. તમને તમારા બધા સવાલોનો જવાબ મળી જશે.

1.વર્તમાનનો આનંદ લો.

image source

વીતેલી કાલ અને આવતી કાલની ચિંતા ન કરવી જોઈએ કારણ કે જે થવાનું હશે એ જ થશે. જે થાય છે, એ સારા માટે જ થાય છે એટલે વર્તમાનનો આનંદ લો.

2. આત્મભાવમાં રહેવું જ મુક્તિ.

image source

નામ, પદ, પ્રતિષ્ઠા, સંપ્રદાય, ધર્મ, સ્ત્રી કે પુરુષ આપણે નથી અને આ શરીર પણ આપણે નથી. આ શરીર અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, આકાશનું બનેલું છે અને એમાં જ પાછું ભળી જવાનું છે. પણ આત્મા સ્થિર છે અને આપણે આત્મા છે. આત્મા ના ક્યારેય મરે છે, ના ક્યારેય એનો જન્મ થાય છે ન ક્યારેય મૃત્યુ. આત્મભાવમાં રહેવું જ મુક્તિ છે.

3. અહીંયા બધું જ બદલાય છે.

image source

પરિવર્તન સંસારનો નિયમ છે. અહીંયા બધું બદલાતું રહે છે. એટલે સુખ-દુઃખ, નફો-નુકશાન, જય-પરાજય, માન-અપમાન વગેરે ભાવોમાં સ્થિર રહીને આપણે જીવનનો આનંદ લઈ શકે છે.

4. ક્રોધ શત્રુ છે.

image source

પોતાના ક્રોધ પર કાબૂ રાખો. ક્રોધથી ભ્રમ પેદા થાય છે ને ભ્રમથી બુદ્ધિ વિચલિત થાય છે. એનાથી યાદશક્તિનો નાશ થાય છે અને આ રીતે માણસનું પતન થવા લાગે છે. ક્રોધ, વાસના અને ભય એ આપણા શત્રુ છે.

5.ઈશ્વર પ્રત્યે સમર્પણ.

image source

પોતાની જાતને ભગવાનને અર્પણ કરી દો. પછી એ આપણી રક્ષા કરશે અને આપણે દુઃખ, ભય, ચિંતા, શોક અને બંધનથી મુક્ત થઈ જઈશું.

6. દ્રષ્ટિકોણને શુદ્ધ કરો.

image source

આપણે આપણા જોવાના દ્રષ્ટિકોણને શુદ્ધ કરવો પડશે અને જ્ઞાન અને કર્મને એક સરખી રીતે જોવુ પડશે, જેનાથી આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જશે.

7.મનને શાંત રાખો.

અશાંત મનને શાંત કરવા માટે અભ્યાસ અને વૈરાગ્યનો પાક્કું કરતા જાઓ, નહિ તો બેકાબૂ મન આપણું શત્રુ બની જશે.

8. કર્મ કરતા પહેલા વિચાર કરો.

image source

આપણે જે પણ કર્મ કરીએ છીએ એનું ફળ આપણે ભોગવવું જ પડે છે. એટલ કઈ પણ કર્મ કરતા પહેલા વિચાર કરી લેવો જોઈએ.

9.પોતાનું કામ કરો.

કોઈ બીજું કામ પૂર્ણતાથી કરવા કરતાં સારું છે કે પોતાનું જ કામ કરો. પછી ભલે ને એ પૂરું ન થાય.

10.સમતાનો ભાવ રાખો.

image source

બધા પ્રત્યે સમતાનો ભાવ, બધા જ કર્મોમાં કુશળતા અને દુઃખ રૂપી સંસારમાંથી વિયોગનું નામ યોગ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube