ટીવીમાં કામ કર્યા બાદ બોલિવૂડ પહોંચનારી અભિનેત્રી હિના ખાનનું આજકાલ સોશિયલ મીડિયા પર વર્ચસ્વ છે. હિના ખાન અવાર નવાર તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેને તેના ચાહકો ઘણી જ પસંદ કરે છે. હિનાખાન સોશ્યલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

હિનાખાને તાજેતરમાં હિના ખાનનો એક ડાન્સ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હિના ખાન બ્લુ સૂટ પહેરીને દીપિકા પાદુકોણનાં ઘૂમર સોંગ પર ઝૂલતી જોવા મળી રહી છે. હિના ખાનના આ વીડિયોમાં ચાહકોને તેની સ્ટાઇલ ખૂબ પસંદ આવી રહી છે, સાથે જ લોકો તેના પર ઘણી કોમેન્ટો પણ કરી રહ્યા છે.
બ્લુ સ્યુટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે
અભિનેત્રીએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેના પર અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લાઈક્સ અને કમેન્ટ મળી ચૂકી છે. હિનાખાનના આ વીડિયોમાં તેનો લુક જોવા જેવો છે. બ્લુ સ્યુટમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. હિના ખાન દીપિકા પાદુકોણના ગીત ઘૂમર પર તેના દુપટ્ટા સાથે ઝૂમતી જોવા મળી રહી છે.
યલો સ્કર્ટમાં હિના ખાનનો લુક અદ્દભુત લાગી રહ્યો હતો
અભિનેત્રીના આ વીડિયોને જોઈને તેના ચાહકો તેની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી. હિના ખાન તેના ગ્લેમરસ લુકને લઈને પણ ચર્ચામાં રહે છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં તેનો લુક અને સ્ટાઇલ જોવા જેવી હતી. યલો ચોપ અને પ્રિન્ટેડ યલો સ્કર્ટમાં હિના ખાનનો લુક અદ્દભુત લાગી રહ્યો હતો.
હિના ખાન છેલ્લે નાગિન 5 માં જોવા મળી હતી

તમને જણાવી દઈએ કે હિના ખાન છેલ્લે નાગિન 5 માં જોવા મળી હતી. જો કે હવે તેની જગ્યાએ ટીવી એક્ટ્રેસ સુરભી ચંદનાને લેવામાં આવી છે. હિના ખાને શોના કુલ 3 એપિસોડ્સ શૂટ કર્યાં છે. વિશેષ વાત એ છે કે શોના પ્રીમિયર એપિસોડને કલર્સ ચેનલ પર પ્રસારિત કરવામાં આવેલા શોમાંથી દર્શકોએ સૌથી વધુ જોયો હતો.
નાગિન 5 માં દર્શકોને નાગ અને નાગિનની લવ સ્ટોરી જોવા મળશે

આ વાતની જાણકારી પણ હિના ખાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે નાગિન 5 તેની છેલ્લા ચાર સીઝન કરતો મોટો અને શાનદાર બની રહેશે. નાગિન 5 માં દર્શકોને નાગ અને નાગિનની લવ સ્ટોરી જોવા મળશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.