દેશમાં (India) લગાતાર ફેલાતા કોરોના મહામારીના (Corona Pandemic) કાળમાં મોટા ભાગના રાજ્યોમાં લોકડાઉન (Lockdown) લગાવવામાં આવ્યું છે. એવામાં મહામારીને જોતા ગૌતમબુદ્ધનગર પોલીસે અનલોક 4 હેઠળ આદેશ જારી કરતા કહ્યું કે સૌ કોઈને માર્ગદર્શિકાનું પાલન કરવું અનિવાર્ય છે. ગૌતમબુદ્ધનગરમાં કલમ 144 લાગુ છે જે સપ્ટેમ્બર મહિનામાં પણ લાગુ રહેશે. જણાવી દઈએ કે ગત દિવસોમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી, એવામાં નોઈડા પોલીસે કહ્યું છે કે, જો નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે કાલે જ કેન્દ્ર સરકાર બાદ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા અનલોક-4 ની માર્ગદર્શિકા જારી કરાઈ હતી. 21 સપ્ટેમ્બર બાદ કેન્ટેનમેન્ટ ઝોનના 9 અને 12 ધોરણના વિદ્યાર્થીઓને સ્વૈચ્છીક આધારે સ્કૂલમાં જવાની પરવાનગી મળશે. જો કે આના માટે માતા-પિતાની લખેલ સહમતીની જરૂર પડશે.

બીજી બાજુ 7 સપ્ટેમ્બરથી મેટ્રોને તબક્કાવાર રીતે ચાલુ કરવામાં આવશે. તેના માટે અલગથી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. 21 સપ્ટેમ્બરથી સામાજિક, એકેડેમિક, મનોરંજન, ધાર્મિક કાર્યક્રમ, રાજનીતિ કાર્યક્રમ વગેરે પ્રવૃત્તિઓ મહત્તમ 100 લોકો સાથે પ્રારંભ કરવાની મંજૂરી આપવામાં આવશે. જો કે આ દરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન અને ફેસ માસ્ક લગાવવું અનિવાર્ય હશે.

આ સાથે 20 સપ્ટેમ્બરથી લગ્ન પ્રસંગ અને અંતિમ સંસ્કાર જેવા કામમાં લગભગ 20 થી 30 જેટલા લોકો શામેલ થઇ શકે છે. જણાવી દઈએ કે 21 સપ્ટેમ્બરથી સિનેમા હોલ, ગાર્ડન, ઓપન એયર થિયેટર પણ ખોલવામાં આવશે. જો કે આ દરમિયાન દરેક શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારની સવારે 5 વાગ્યા સુધી પહેલાની જેમ લોકડાઉન જારી રહેશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.