12.9 કિલો હેરોઇન બદલ લાખો રૂપિયાની લાલચ આપવામાં આવી હોવાનો મહિલાનો દાવો
બન્ને મહિલાઓ એક જ ફ્લાઇટ્સમાં ડ્રગ્સ લાવી હતી, કેન્યાના નાગરિકે આ હેરોઇન આપ્યું હતું
નવી દિલ્હી : કસ્ટમના અિધકારીઓએ દિલ્હી એરપોર્ટ પરથી યુગાંડાની બે મહિલા પાસેથી 90 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. યુગાંડાની આ મહિલાઓ દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (આઇજીઆઇ) પર ઉતરી હતી ત્યારે જ તેની પાસેથી આ ડ્રગ્સ ઝડપાઇ ગયું હતું.
એક અિધકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન મહિલા પાસેથી 12.9 કિલો હેરોઇન મળી આવ્યું હતું. બન્ને મહિલાઓ કેન્યાના નૈરોબીથી અબુધાબી થઇને નવી દિલ્હીના એરપોર્ટ પર આવી હતી.
12-13ની રાત્રીના સમયે આ મહિલાઓ આવી હતી. જે દરમિયાન તપાસ કરાતા તેની પાસેથી 12.9 કિલો હેરોઇન મળી આવ્યું છે જેની માર્કેટ કિમત આશરે 90 કરોડ આંકવામાં આવી રહી છે. આ બન્ને મહિલા તસ્કરો યુગાંડા, કેન્યા અને ભારતમાં ડ્રગ્સ તસ્કરી કરતી હતી, તપાસ દરમિયાન મહિલાએ સ્વીકાર્યું હતું કે પસાની લાલચમાં તેણે આ ડ્રગ્સ તસ્કરી કરી હતી.
તેનો દાવો છે કે કેન્યાના એક નાગરિકે મને વચન આપ્યું હતું કે જો તે દિલ્હીમાં આ ડ્રગ્સ પહોંચાડી દેશે તો તેને બહુ જ મોટી રકમ આપવામાં આવશે. જેને પગલે તે કંપાલાથી રોડ માર્ગેથી નૈરોબી ગઇ હતી. જ્યાં તેને કેન્યાના આ નાગરિકે આ ડ્રગ્સનું પેકેટ સોપ્યું હતું. આ પેકેટ દિલ્હીમાં પહોંચાડવાની જવાબદારી તેને સોપવામાં આવી હતી. આ દરમિયાન તેની દિલ્હી આવવાની ટિકિટની વ્યવસૃથા પણ કરવામાં આવી હતી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.