Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

ધનવાન બનવા અને આર્થિક તંગીમાંથી છૂટકારો મેળવવા કરો કુબેર દેવના આ ઉપાયો

આ વાતોનું ધ્યાન રાખશો તો થશો ધનવાન, કુબેર દેવનો આ ઉપાય આર્થિક તંગીને દુર કરશે

આજના સમયમાં જીવનમાં આવનારી આર્થિક ખેંચતાણ માણસની સૌથી મોટી સમસ્યા બની રહે છે, ઘણી વાર એવું પણ થાય છે કે અચાનક જ જીવનમાં આર્થિક મુશ્કેલીઓ સર્જાવા લાગે છે, સમયની સાથે માણસની સ્થિતિ વધુ બગડતી હોય છે, પૈસાની કમીના કારણે માણસ સપૂર્ણ રીતે જ્યારે તૂટી જાય છે. જો કે માણસ પોતાની મહેનત દ્વારા પૈસા તો કમાવી લેતો હોય છે, પણ અહી તહિના ઓચિંતા આવતા ખર્ચમાં એ પૈસા પણ વપરાઈ જાય છે. આમ જીવનમાં પૈસાની તંગી સર્જાતી રહે છે, જો તમારા જીવનમાં પણ આ જ પ્રકારની સમસ્યા આવી રહી છે તો આવી સ્થિતિમાં તમે જ્યોતિષશાસ્ત્રમાં બતાવેલા કેટલાક ઉપાય અપનાવી શકો છો.

ખરેખર જો જીવનમાં ધન મેળવવું છે તો એના માટે કુબેર દેવતાની પૂજા-અર્ચના કરવી શુભ માનવામાં આવે છે. કુબેરને ધનના દેવ માનવામાં આવે છે. જે પણ વ્યક્તિ એમની પૂજા અથવા અર્ચના કરે છે એમના જીવનમાં પૈસાની કમી રહેતી નથી. તેમજ પરિવારમાં પણ સુખ અને સમુદ્ધિ બનેલી રહે છે. જો તમે વિધિ-વિધાનના આધારે કુબેર દેવની પૂજા કરો છો તો નીર્ધનથી નિર્ધન માણસ પણ કૃપા પામીને ધનવાન બની શકે છે.

આજે અમે આપના માટે કુબેર દેવતાને ખુશ કરવા માટેના આવા જ કેટલાક ઉપાયો વિષે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે પણ આર્થિક તંગીમાંથી છુટકારો મેળવી શકો છો.

ધનદેવતા કુબેરને પ્રશન્ન કરવાના ઉપાય

જો તમે કુબેર દેવને પ્રશન્ન કરીને ધનવાન થવા ઈચ્છો છો તો તમારે એમની વિધિ-વિધાનો આધારે પૂજા કરવી જોઈએ. આ સિવાય તમે કુબેર દેવના મંત્ર – “ॐ यक्षाय कुबेराय वैश्रवणाय, धन धन्याधिपतये धन धान्य समृद्धि मे देहि दापय स्वाहा।” મંત્રનો જાપ કરતા રહો. પણ હા આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ મંત્રનું ઉચ્ચારણ કરતી વખતે તમારી સમક્ષ ધનલક્ષ્મી કૌડી સ્થાપિત કરેલી હોય અને તમારું મુખ દક્ષીણ દિશા તરફ હોવું જોઈએ, તમારે આ ઉપાય સળંગ ત્રણ મહિના સુધી કરવો પડશે અને આ સાથે મંત્રોના જાપની સંખ્યા 108 વખત થવી જોઈએ.

જ્યારે તમે ત્રણ મહિના સુધી સળંગ કુબેર દેવતાની પૂજા આ મંત્રો સાથે પૂરી કરી લો છો ત્યારબાદ તમારે એ ધનલક્ષ્મી કૌડીને તિજોરીમાં મુકવી જોઈએ. આ ઉપાય કરવાથી તમારા ઉપર કુબેર દેવતાની કૃપા વરસવા લાગશે અને તમારી તિજોરી ધનથી ભરેલી રહેશે. આ મંત્રનો જાપ કરતા ધ્યાન રાખવું જોઈએ કે ૩ મહિના સુધી તમારો આ નિયમ તૂટવો ન જોઈએ અને તમે આ વિષયે કોઈની સાથે વાત ન કરો, જો આ કરતી વખતે તમારા દ્વારા કોઈ ભૂલ થશે તો આ વિધિ દ્વારા તમને કોઈ લાભ મળશે નહી.

રાવણ સંહિતામાં : કુબેરની કૃપા મેળવવાનો મંત્ર

રાવણ સંહિતામાં પૈસાદાર થવા માટે ઘણા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે, એ ઉપાયોમાં કુબેર દેવની કૃપા મેળવવા માટેનો મંત્ર પણ બતાવવામાં આવ્યો છે. જો તમે ભગવાન કુબેરની પૂજા દરમિયાન મંત્ર “ॐ श्रीं, ॐ ह्रीं श्रीं, ॐ ह्रीं श्रीं क्लीं वित्तेश्वराय: नम:।” મંત્રનો જાપ કરશો તો એના દ્વારા કુબેર દેવની કૃપા દ્રષ્ટિ તમારા પર બનેલી રહેશે અને જલ્દી જ તમને ધન લાભ મળશે.

પૈસાની મુશ્કેલીઓ ઓછી કરવા આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ

જો તમે આર્થિક સમસ્યાઓથી બચવા માંગો છો તો તમારી સામે આવતા વધારાના આધારહીન ખર્ચાઓ પર અકુશ લાવો. આવક અને ખર્ચ વચ્ચેના સંતુલનને સાચવો. ઘરમાં પરિવારના ખર્ચા માટે બજેટ બનાવીને એ મુજબ વર્તવા પ્રયત્ન કરો.

માણસે હંમેશા કોશિશ કરતા રહેવું જોઈએ કે જેમ બને તેમ એ કોઈના જોડેથી ઉધાર લેવાનું ટાળે. તેમ છતાં જો એવી જરૂરિયાત સર્જાય તો જલ્દીથી જલ્દી એ પાછું આપી દેવાના પ્રયત્નો પણ કરવા જોઈએ.

જો તમે પોતાની મૂડીનું રોકાણ કરવા ઈચ્છો છો તો એ સ્થિતિમાં તમારે ઘણી સમજદારી પૂર્વક વિચારવું અને વર્તવું જોઈએ, સમજ્યા કે વિચાર્યા વગર કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાથી બચવું જોઈએ.

તમારે પૈસા સાચવતા અને ભેગા કરતા શીખવું પડશે. આમ કરવાથી જીવનમાં જ્યારે વધારે જરૂરિયાત હશે ત્યારે તમે સાચવેલા એ પૈસાનો પ્રયોગ આકરી શકશો. એટલે બની શકે ત્યાં સુધી ૬ મહિના માટેનું આપતકાલીન ફંડ સાચવીને રાખો. મુશ્કેલીના સમયે આ જમા થયેલા રુપીયા તમારા કામ આવી શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashifal: 18.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

Nikitmaniya

આજે 7600 વર્ષો બાદ શનિવારે સર્જાશે મહાસંયોગ, આ છ રાશીજાતકો નુ ખુલશે ભાગ્ય, જાણો કઈ-કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ?

Nikitmaniya

Shiv Ji:શંકરજીની કૃપાથી આ 5 રાશિઓના દુ: ખ દૂર થશે, જીવન હશે ખુશહાલ, ભાગ્યને કારણે મળશે લાભ

Nikitmaniya