ધનતેરસે સોના ચાંદી સિવાય કરો સાવરણીની ખરીદી અને પૂજા, રાતોરાત કિસ્મત બદલાશે

દિવાળીના હવે ગણતરીના જ દિવસો બાકી છે. માન્યતા અનુસાર આ શુભ દિવસોમાં માતા લક્ષ્મી ઘરે આવે છે અને ભક્તો પર તેમની કૃપા વરસાવે છે. ધનતેરસથી દિવાળીના તહેવારોની શરૂઆત થાય છે. ધનતેરસને પણ ખૂબજ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ વખતે ધનતેરસ 5 નવેમ્બરે છે, જ્યારે કાળી ચૌદસ 6 નવેમ્બર અને દિવાળી 7 નવેમ્બરે છે.

image source

આમ તો નવરાત્રી પૂરી થતાં જ દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. ઘરની સાફ-સફાઇ, સજાવટ, લાઇટિંગ, નવાં કપડાં વગેરે કામ તો પહેલાંથી જ કરી લેવામાં આવે છે. પરંતુ ધનતેરસ ખૂબજ શુભ દિવસ હોવાથી આ દિવસે કેટલીક વસ્તુઓની ખરીદી શુભ ગણાય છે, તેનાથી શુભ ફળ મળે છે. મોટાભાગના લોકો આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરે છે, પરંતુ મુંબઈના જ્યોતિષાચાર્ય માનસી શાહ જણાવી રહ્યા છે, આ દિવસે કઈં 5 વસ્તુઓની ખરીદી કરવાથી લક્ષ્મીનીની વિશેષ કૃપા મળી રહે છે.

સોનુ કે ચાંદી ખરીદવું

image source

સોના કે ચાંદીના આભૂષણ ન ખરીદી શકો તો એક નાનકડી ચમચી પણ ખરીદી શકાય છે. પરંતુ આ ચમચીને તમારો વૈભવ માની રોજ પૂજા કરવી. તેનાથી સમૃદ્ધિ વધે છે. કહેવાય છે ધનતેરસે ચાંદીની ખરીદી કરવાથી ધનમાં 13 ગણો વધારો થાય છે.

ધાણા ખરીદવા

image source

ધનતેરસના દિવસે ધાણા ખરીદવા ખૂબજ શુભ ગણાય છે. ધાણા સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે. પૂજા સમયે ધાણાના બીજને માતા લક્ષ્મીને ચઢાવવાં અને પૂજા બાદ કોઇ વાસણ કે બગીચામાં વાવી દેવાં. થોડાં બીજ તિજોરીમાં ગોમરીચક્ર સાથે રાખવાં.

સુહાગણ સ્ત્રીને સોળ શણગારની ભેટ આપવી

image source

ધનતેરસના દિવસે કોઇ સુહાગણ સ્ત્રીને સોળ શણગાર ખરીદીને ભેટમાં આપવું શુભ ગણાય છે. આ સિવાય લાલ રંગની સાડી અને સિંદૂર આપવું પણ શુભ ગણાય છે. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આસપાસ કોઇ સુહાગણ સ્ત્રી ન હોય તો કોઇ કુંવારી છોકરીને આ ભેટ આપવી.

સાવરણી ખરીદવી

image source

ધનતેરસના દિવસે સાવરણવી ખરીદવી શુભ ગણાય છે. સાવરણી ખરીદવાનો સાંકેતિક અર્થ ઘરેથી ગરીબી દૂર કરવાનો છે. માન્યતા છે કે આ દિવસે સાવરણીની ખરીદી કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. મત્સ્ય પુરાણમાં સાવરણીને મા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે સારવણી ખરીદવાથી ગરીબી દૂર થઇ જાય છે અને દેવાથી મુક્તિ મળે છે. ધનતેરસના દિવસે જો સાવરણી ખરીદો તો તેને પકડવાની જગ્યા પર સફેદ રંગનો દોરો બાંધી લો આમ કરવાથી દેવી લક્ષ્મી ઘરમાં સ્થિર રહે છે સાથે જ ધ્યાન રહે કે સાવરણી પર પગ ન પડે. કહેવામાં આવે છે કે સાવરણી પર પગ મારવાથી દેવી લક્ષ્મી નારાજ થઇ શકેછે. જેથી સાવરણી મંગળવાર, શનિવાર અને રવિવારે ન ખરીદવી જોઇએ આ દિવસોમાં સાવરણી ખરીદવાથી ઘરમાં કંકાશનો માહોલ થઇ જાય છે.

બની શકે તો ધનતેરસના પર ત્રણ સાવરણી ખરીદો. ત્રણ સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે બે કે ચાર જોડામાં સાવરણીની ખરીદી ન કરો. જ્યારે ધનતેરસ પર ખરીદી કરવામાં આવેલી સાવરણી દિવાળીના દિવસે સૂર્યોદયથી પહેલા મંદિરમાં દાન કરવાથી ઘરમાં લક્ષ્મી આવે છે.

વ્યવસાય સંબંધિત વસ્તુ ખરીદવી

image source

ધનતેરસના દિવસે વ્યવસાય સંબંધિત કોઇ વસ્તુ ખાસ ખરીદવી જોઇએ. તેનાથી આખા વર્ષ દરમિયાન કાર્યક્ષેત્રમાં સફળતા મળી રહે છે.

વાસણ ખરીદવાની પરંપરા

image source

ધનતેરસના દિવસે કઈં પણ ન ખરીદો તો પણ ચાલે, પરંતુ ભૂલથી પણ એલ્યુમિનિયમ કે કાચનાં વાસણ ન ખરીદવાં જોઇએ. આ વસ્તુઓ રાહુ સંબંધિત ગણાય છે. એટલે આ વસ્તુઓની સાથે લક્ષ્મીજીના આગમન પહેલાં જ ઘરમાં રાહુનું આગમન થઈ જાય છે. માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરી જયારે પ્રગટ થયાં હતા તેમના હાથમાં અમૃતથી ભરેલો કળશ હતો. ભગવાન ધનવંતરી કળશ લઈને પ્રગટ થયા હતા. તેથી આ  દિવસે વાસણ ખરીદવાની પરંપરા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube