નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ અનિલ અંબાણી દ્વારા પ્રમોટેડ રિલાયન્સ ગ્રુપનું એકમ રિલાયન્સ કેપિટલ લિમિટેડ માટે અમેરિકાની ઓકટ્રી અને જેસી ફ્લાવર સહિત આઠ કંપનીઓ (આરસીએલ)ને ટેકઓવર કરવાની રેસમાં છે. રિલાયન્સ કેપિટલ લિ. (RCL) ને એકમોમાં સંપૂર્ણ અથવા થોડો ભાગ લેવા બીડ આમંત્રિત કરી છે. આરસીએલની સહાયક કંપનીઓમાં રિલાયન્સ જનરલ ઇનશ્યોરન્સ, રિલાયન્સ નિપ્પન લાઇફ ઇન્શ્યુરન્સ કંપની, રિલાયન્સ સિક્યોરિટીઝ, રિલાયન્સ ફાઇનાન્શિયલ લિ. અને રિલાયન્સ એસેટ રિકન્સ્ટ્રક્શન લિમિટેડ છે.
RCLની ઉપર 20,000 કરોડ રુપિયાનું દેવું
સૂત્રો અનુસાર RCLની એકમમાં ભાગીદારી વેચવાની પ્રક્રિયા કમિટિ ઓફ ડિબેન્ચર્સ હોલ્ડર્સ અને ડિબેન્ચર ટ્રસ્ટી વિસ્તરા આઈટીસીએલ ઈન્ડિયા લિમિટેડ કરી રહી છે. આ RCLની ઉપર 20,000 કરોડ રુપિયાનું દેવું 93%નું પ્રતિનિધિત્વ કરે છે. આ ભાગીદારીને લઈને બીડ મોકલવાની અંતિમ તારીખ પહેલી ડિસેમ્બર હતી. દેવાદારોના સલાહકાર એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ અને જે એમ ફાઈનાન્શિયલ સર્વિસની અંતિમ તારીખ સુધીમાં કુલ 60 અલગ અલગ બોલીઓ પ્રાપ્ત થઈ છે.
રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સમાં 100% ભાગીદારી વેચશે
સૂત્રોના જણાવ્યાનુસાર રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સમાં 100% ભાગીદારી માટે 18 બોલીઓ મળી છે. જે મુખ્ય રોકાણકારોએ રસ દાખવ્યો છે. તેમાં ક્રાઈસ્પેક, જેસી ફ્લાવર, બ્લેકસ્ટોન, સીવીસી કેપિટલ પાર્ટનર્સ, કેકેઆર અને બેન કેપિટલનો સમાવેશ થાય છે.
51% ભાગીદારી વેચવાનો પ્રસ્તાવ
આ ઉપરાંત રિલાયન્સ નિપ્પન લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીમાં 51% ભાગીદારી વેચવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. રિલાયન્સ નિપ્પન લાઈફ ઈન્શ્યોરન્સ સંયુક્ત ઉદ્યમ કંપની છે. જેમાં જાપાનની સૌથી મોટી જીવન વીમા કંપની નિપ્પન લાઈફની 49% ભાગીદારી છે.
રિલાયન્સ નિપ્પનમાં ડાબર અને બંધન બેંકે રસ દાખવ્યો
સૂત્રો અનુસાર ડાબર ઈન્વેસ્ટમેન્ટ્સ, બંધન બેંક, બેન કેપિટલ, એનઆઈઆઈએફ, અર્પવૂડ પાર્ટનર્સ અને કેટલાક સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ રિલાયન્સ નિપ્પનમાં RCLની 51% ભાગીદારી ખરીદવામાં રસ દાખવ્યો છે. આ ઉપરાંત કંપનીની બેંકિગ એકમ રિલાયન્સ સિક્યોરિટીઝ અને RBIની નોંધાયેલ એનબીએફસી (નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપની) રિલાયન્સ ફાઈનાન્શિયલમાં 100 ટકા ભાગીદારી વેચવાની યોજના છે.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ