આપણા ગુજરાતમાં દારૂ બન્ધી હોવા છતાં આપણા ગુજરાતી લોકો સૌથી વધુ દારૂ પીતા નજરે ચડે છે. કોઈ એવા પૈસાદાર વ્યક્તિ હોય તો તેને ઇંગલિશ દારૂ પીવાની કુટેવ હોય છે. પરંતુ ગરીબ માણસો તો દેશી દારૂ કોથળીઓ જ ઘટઘટાવતા હોય છે. એવામાં થોડા સમય પહેલા બોટાદ બરવાળા માંથી લઠ્ઠા કાંડ સામે આવ્યો હતો. જેમાં 50થી પણ વધુ લોકોના મૃત્યુ નીપજયા હતા. ફરી એક એવો વિડિયો સામે આવ્યો છે કે જે સાંભળીને તમે હચમચી જશે.
કારણ કે આ વિડીયો એવો છે કે જેમાં એક દારૂ ના નશાની હાલતમાં વ્યક્તિ કહે છે કે તે દારૂ વેચે પણ છે. અને પીવે પણ છે. આ વિડીયો ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગઢડીયા ગામ થી સામે આવ્યો છે. જેમાં આ ગામમાં રહેતો એક વ્યક્તિ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો છે. અને દારૂના નશામાં ધૂત દેખાઈ રહ્યો છે. તે વ્યક્તિ દારૂના નશામાં ધૂત રહેલો હોય અને તે કહે છે કે હું દારૂ પીવું છું. અને દારૂ વેચું છું. કોઈ ન વેચે એટલો દારૂ હું વેચું છું..જુઓ વિડીયો.
એવી કબૂલાત તેને નશા ના હાલતમાં ધૂત રહીને કહી હતી. આ વિડીયો સામે આવતા જ પોલીસે આ બાબતે તપાસ આગળ કરી હતી. વ્યક્તિ પોતે ખુદ જણાવે છે કે તે દારૂ પીવે પણ છે અને વેચે પણ છે. અને પાછો કહે છે કે આ વીડિયોને whatsapp માં શેર પણ કરી દો. આમ આ વિડીયો સામે આવતા લોકો પણ ચોકી ઉઠ્યા છે. કારણ કે હજુ થોડા સમય પહેલા જ લઠ્ઠા કાંડ સામે આવ્યો હતો. એમાં ફરી પાછી આવી દેશી દારૂની ધમધમી ઉઠી છે.
આપણા ગુજરાતવાસીઓને આ દારૂ પીવાની ટેવ ખૂબ જ ખરાબ છે. લોકો બહારથી પણ મોટી મોટી ગાડીઓમાં ભરીને ઇંગ્લિશ દારૂ ગુજરાતમાં લાવીને ધંધો કરતા હોય છે. લોકોને દેશી દારૂની એવી લત લાગી ગઈ હોય છે કે ક્યારેક ક્યારેક તેનો આખો પરિવાર તબાહ થઈ જાય છે. જો આમને આમ ફરી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમવા લાગશે તો ફરી ગુજરાતમાં લઠ્ઠાકાંડ જેવો કોઈ મોટો કેસ સામે આવી શકે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.