અત્યાર સુધીમાં રસીના 106 કરોડ ડોઝ અપાયા
દેશમાં રસીના પ્રથમ 73.24 કરોડ જ્યારે બીજા 32.76 કરોડ ડોઝ અપાયા, કેરળમાં 471નાં મોત
ગુવાહાટી : પશ્ચિમ બંગાળ અને આસામમાં કોરોના વાઇરસના નવા કેસોનું પ્રમાણ વધવા લાગ્યું છે. બન્ને રાજ્યોમાં સાપ્તાહિક સંક્રમણ દરમાં વૃદ્ધી જોવા મળી છે જ્યારે કોરોનાના ટેસ્ટમાં ઘટાડો જોવા મળ્યો છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે બન્ને રાજ્યોને તપાસની ગતી વધારવા અને સંક્રમણથી બચવાના ઉપાયો પર ધ્યાન આપવા કહ્યું છે.
આ રાજ્યો ઉપરાંત મિઝોરમમાં પણ કેસો વધી રહ્યા છે. દેશમાં 24 કલાકમાં 14 હજારથી વધુ કેસો નોંધાયા જ્યારે 549ના મોત નિપજ્યા છે તેમાંથી 471 કેરળના છે. 22મી ઓક્ટોબરે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવ રાજેશ ભુષણે પશ્ચિમ બંગાળને પત્ર લખ્યો હતો અને કોલકાતામાં કેસો વધી રહ્યા છે તે મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.
આ મહિને દુર્ગા પૂજાની ઉજવણીને પગલે પશ્ચિમ બંગાળમાં કોરોનાના નવા કેસોમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14313 કેસો નોંધાયા છે જેથી કુલ કેસોનો આંકડો 3,42,60,470એ પહોંચ્યો છે. તેવી જ રીતે સક્રિય કેસો 1,61,555 નોંધાયા છે.
જ્યારે એક જ દિવસમાં કોરોનાથી 549 લોકોના મોત નિપજ્યા છે. અને કુલ મોતનો આંકડો 4,57,740એ પહોંચ્યો છે. નવા મૃત્યુઆંકમાં 471 માત્ર કેરળ રાજ્યના છે. ભારતમાં રસીકરણ ઝડપી બનાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કોરોનાની રસીના 106 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
દેશભરમાં 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એવામાં શનિવારે સાંજે સાત વાગ્યા સુધીમાં રસીના 62 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રસીના જે 106 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે તેમાંથી 73.24 કરોડને પ્રથમ જ્યારે 32.76 કરોડને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. હાલ રાજ્યોની પાસે 12.73 કરોડ ડોઝ ઉપલબૃધ છે
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.