અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દિપીકા પાદુકોણ બંને આજના સમયમાં બોલીવૂડના સૌથી ચર્ચિત અને ફેમસ જોડીમાં સામેલ છે. રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ બંને પોતાની સારી એક્ટિંગથી ફેન્સનું ઘણું મનોરંજન કર્યું છે. બંને કલાકાર પોતાની ફિલ્મો અને પોતાની એક્ટિંગ સાથે જ અન્ય ઘણી ચીજો માટે પણ ફેન્સ વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. રણવીર અને દિપિકા સોશિયલ મીડિયા પર પણ ઘણા સક્રિય રહે છે અને આ કપલની સોશિયલ મીડિયા પર એક મોટી ફેન ફોલોઈંગ છે. રણવીર અને દિપીકા હંમેશા સોશિયલ મીડિયા દ્વારા એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. ફરી એકવાર સોશિયલ મીડિયા પર આવું જ કંઈક જોવા મળ્યું છે.
Ranveer Kapoor
જણાવી દઇએ કે અભિનેત્રી દિપીકા પાદુકોણે પોતાના આધિકારીક સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક શાનદાર વીડિયો શેર કર્યો છે અને તેના પર રણવીરે પણ એટલી જ શાનદાર કોમેન્ટ કરી છે, જે ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. રણવીરની કોમેન્ટ ફેન્સનું ધ્યાન ખેંચવાનું કામ કરી રહી છે.
દિપીકા પાદુકોણ હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની સુંદર તસ્વીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેમણે જે વીડિયો શેર કર્યો છે, તેમાં તેમણે ચોકલેટ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. વીડિયોમાં દિપીકા ચોકલેટની મજા માણતી નજર આવી રહી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર આ વિડિયો શેર કરતા લખ્યું કે, “કોઈ ચોકલેટ લવરને શેર કરો”.
Deepika padukon
દિપીકાનો આ વીડિયો જોઈને તેમના પતિ અને અભિનેતા રણવીર સિંહ પણ પોતાને કોમેન્ટ કરતા રોકી શક્યા નહીં. તેમની પોસ્ટ પર અત્યાર સુધીમાં ઘણી લાઈક્સ અને કોમેન્ટ આવી ચૂકી હતી પરંતુ રણવીર સિંહની કોમેન્ટ સૌથી ખાસ છે અને તેમની કોમેન્ટસ પર પણ ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. રણવીરે પત્નિના વિડીયો પર કોમેન્ટ કરતા લખ્યું છે કે, “આવ તને ખોળામાં બેસાડીને ન્યુટેલા ખવડાવું. રણવીરે ફરી એકવાર ખુલ્લમ-ખુલ્લા પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સએ રણવીરની કોમેન્ટને ખૂબ વાયરલ કરી દીધી છે. દિપીકાના વિડિયો સાથે જ રણવીરની કોમેન્ટ પણ ખૂબ ચર્ચામાં છે.
જણાવી દઇએ કે ઘણીવાર રણવીર સિંહ પોતાની પત્નિ પ્રત્યે બધાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. આવું પહેલીવાર નથી જ્યારે દિપીકા માટે રણવીરના દિલમાં આ પ્રકારનો પ્રેમ સોશિયલ મીડિયા પર જોવામાં આવ્યો હોય, રણવીર ઘણીવાર ક્યારેક સ્ટેજ પર તો ક્યારેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ પર પોતાની પત્નિ માટે પ્રેમ બતાવી ચૂક્યા છે.
મહત્વપૂર્ણ છે કે રણવીર સિંહ અને દિપીકા પાદુકોણ વર્ષ ૨૦૧૮માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતાં. બંનેએ ડિસેમ્બરમાં ૭ ફેરા લીધા હતા. આ પહેલા બન્નેએ એક સારો સમય એકબીજા સાથે પસાર કર્યો હતો. બંને વચ્ચેની દોસ્તી પ્રેમમાં બદલાઈ અને બાદમાં કપલે પ્રેમભર્યા સંબંધોને નામ આપવાનો નિર્ણય કર્યો.
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો બંને કલાકાર પોતાની આગામી ફિલ્મ માટે ખૂબ જ વ્યસ્ત ચાલી રહ્યા છે. દિપીકા પાદુકોણની આગામી ફિલ્મોમાં “પઠાણ” અને “ફાઈટર” સામેલ છે. ફિલ્મ “પઠાણ” માં દિપીકા સાથે મહત્વનાં રોલમાં શાહરુખ ખાન અને જ્હોન અબ્રાહમ નજર આવશે, જ્યારે “ફાઈટર” માં દિપિકાની જોડીને પહેલીવાર ઋત્વિક રોશન સાથે જામવાની છે.
જ્યારે રણવીર સિંહના વર્કફ્રન્ટ પર નજર નાખીએ તો તે ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા ૧૯૮૩માં જીતવામાં આવેલા પોતાના પહેલા વર્લ્ડકપ પર આધારિત “૮૩” ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણવીર દિગ્ગજ ક્રિકેટર કપિલદેવની ભૂમિકામાં નજર આવવાના છે. સાથે જ જણાવી દઈએ કે ફિલ્મમાં દિપીકાની ભૂમિકા કપિલ દેવની પત્નિની હશે. ફિલ્મ પહેલા વર્ષ ૨૦૨૦ માં રીલીઝ થવાની હતી પરંતુ હવે આ વર્ષે રિલીઝ માટે તૈયાર છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.