ડાયાબીટીસ એટલે કે મધુમેહ એક એવી બીમારી છે, જેને ધીમું ઝેર કહેવામાં આવે છે. આખી દુનિયામાં જો સૌથી વધારે આ રોગથી કોઈ પીડિત હોય તો એ છે ભારત. ઇન્ટરનેશનલ ડાયાબીટીસ ફેડરેશન મુજબ, ભારતમાં ૨૦૧૯ સુધી ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા ૭.૭ કરોડ હતી. હવે તો આ સંખ્યા ઘણી વધી ગઈ હશે. હાલમાં જ એક રીપોર્ટ આવ્યો હતો કે ડાયાબીટીસના દર્દીઓ કોરોના વાયરસની ચપેટમાં જલ્દી આવી રહ્યા છે અને એના કારણે એમની મોતનું જોખમ વધી ગયું છે. એમ તો ડાયાબીટીસને સંપૂર્ણ રીતે ખત્મ નથી કરી શકાતું, પણ દવાઓ કે પછી ઘરેલું ઉપાયો અજમાવીને એને નિયંત્રણમાં જરૂર લાવી શકાય છે. આ ઘરેલું ઉપાયોમાં તમાલ પત્રનું સેવન પણ શામેલ છે. એનાથી ફક્ત ડાયાબીટીસના દર્દીઓને ફાયદો થાય છે, એવું નથી પણ બીજા પણ ફાયદા છે. આવો જાણીએ, તમાલપત્રના સેવનથી થતા ફાયદાઓ વિષે.

ટાઈપ-૨ ડાયાબીટીસ દર્દીઓ માટે ફાયદાકારક છે તમાલપત્ર

તમાલપત્રનો ઉપયોગ ટાઈપ-૨ ડાયાબીટીસ દર્દીઓ માટે ઘણો ફાયદાકારક હોય છે. એ બ્લડ શુગરના લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે. એનાથી હૃદયને પણ ફાયદો મળે છે. એટલે મધુમેહથી પીડિત દર્દીઓએ એનું સેવન જરૂરથી કરવું જોઈએ.

આંખોની સમસ્યાને કરી શકે છે દૂર

માલાબાર પત્તાના નામે પણ જાણીતા તમાલપત્ર વિટામીન એ અને વિટામીન સી મળી આવે છે અને એ તો તમે જાણતા હશો કે વિટામીન એ આપણી આંખો સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવાનું કામ કરે છે જયારે વિટામીન સી શરીરમાં વાઈટ બ્લડ સેલ્સની સંખ્યા જાળવી રાખવામાં મદદ કરે છે. વાઈટ બ્લડ સેલ્સ શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબુત બનાવે છે.

પાચનતંત્રને મજબુત બનાવે છે તમાલપત્ર

પાચન સંબંધી સમસ્યાઓ માટે તમાલપત્રનો ઉપયોગ ઘણો લાભદાયી છે. એ પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓથી રાહત અપાવે છે. એના ઉપયોગથી કબજિયાત, એસીડીટી અને મરોડ જેવી સમસ્યાઓથી રાહત મળી શકે છે. સવારે ચા ની સાથે પણ એનું સેવન કરી શકાય છે.

સારી ઊંઘ માટે લાભદાયી તમાલપત્ર

જો તમે સારી ઊંઘ ના આવવાની સમસ્યાથી પરેશાન છો તો સુતા પહેલા તમાલપત્રના તેલના કેટલાક ટીપા પાણીમાં ઉમેરીને પીવો. એનાથી તમને સારી ઊંઘ આવશે.

કીડની સાથે જોડાયેલી સમસ્યામાં મળે છે રાહત

જો તમે કીડની સાથે જોડાયેલી સમસ્યાઓથી હેરાન છો તો તમાલપત્રને ઉકાળીને એ પાણીને ઠંડુ કરીને પીવો. એનાથી કીડની સ્ટોન (પથરી) અને એની સાથે જોડાયેલી સમસ્યામાં ઘણી રાહત મળે છે.

દુઃખાવામાં રાહત અપાવે છે તમાલપત્ર

જો તમે માથાના દુઃખાવામાં કે પીઠમાં દુખાવાથી પીડાઈ રહ્યા હોવ તો તમાલપત્રનું તેલ તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે, એના તેલથી મસાજ ઘણી હદ સુધી રાહત અપાવી શકે છે.

નોંઘ

આ સલાહ ફક્ત તમને સામાન્ય માહિતી આપવા માટે છે. તમે કોઈ પણ વસ્તુ સેવન કરો એ પહેલા પોતાના ડોક્ટર કે વિશેષજ્ઞની સલાહ ચોક્કસથી લો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube