ડેન્ગ્યું તાવ માટે રામબાણ છે આ ૭ વસ્તુઓ, તેજીથી વધશે પ્લેટલેટ્સ

તમને જણાવી દઈએ કે એક સામાન્ય વ્યક્તિના શરીરમાં ૧.૫ થી લઈને ૪ લાખ સુધી પ્લેટલેટ્સ હોય છે, પણ ડેન્ગ્યું હોય ત્યારે આ સંખ્યા જડપથી ઘટવા લાગે છે. જેનાથી દર્દીનો જીવ પણ ચાલ્યો જાય છે. ચાલો જાણીએ ઘરેલું ઉપાયો વિષે એ વધારી શકાય છે.

શરદી અને તહેવારની ઋતુ આવતા આવતા ડેન્ગ્યું, મેલેરિયા, મોસમી ઇન્ફ્લુએન્જા, જેવી બીજી બીમારીઓનું સંક્રમણ જડપથી ફેલાવા લાગે છે. ડેન્ગ્યુંથી દર વર્ષે લોકો પોતાનો જીવ ગુમાવી દે છે. આ બીમારીથી ગ્રસ્ત દર્દીએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જોકે, ડેન્ગ્યુ દર્દીઓને તાવ દરમિયાન અને એ પછી પણ કોઈ ખાસ ડાયેટ આપવાની વાત નથી કરવામાં આવતી. ડેન્ગ્યુને કારણે પાચનશક્તિ નબળી પડી જાય છે. જેના લીધે ખાવાનું સરળતાથી પચતું નથી. એવામાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે કે એક યોગ્ય અને સ્વસ્થ ડાયેટ અપનાવવામાં આવે.

ડેન્ગ્યુથી દર્દીના પ્લેટલેટ્સ જડપથી ઘટે છે. એવામાં જરૂરી એ છે કે દર્દી એવી વસ્તુનું સેવન કરે જેનાથી પ્લેટલેટ્સ ઝડપથી વધે.

ડેન્ગ્યુ તાવથી છુટકારો મેળવવા માટે કરો આ વસ્તુઓનું સેવન

ગિલોય

ગિલોયના બેલના પાણીનું સેવન કરવાથી ડેન્ગ્યુમાં ઘણો લાભ મળશે. એના માટે એક લીટર પાણીમાં થોડું આદું અને થોડો અજમો ઉમેરીને ધીમા ગેસે પાકવા દો. જયારે એ અડધું રહી જાય ત્યારે ખાલી પેટ એનું સેવન કરો.

પપૈયું

પપૈયાના પાનમાં એવા ગુણ મળી આવે છે જે ડેન્ગ્યુંથી લડવામાં ઘણી મદદ કરે છે. ડેન્ગ્યુને કારણે શરીરમાં ઓછા થયેલ પ્લેટલેટ્સને પૂરી કરવામાં મદદ કરે છે. એના માટે રોજ ૧૦-૨૦ મિલી રોજ રસ રોજ પીવો.

દાડમ

દાડમમાં ભરપુર માત્રામાં મિનરલ્સ અને ન્યુટ્રીએન્ટસ મળી આવે છે. જેના કારણે તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત થવાની સાથે સાથે હિમોગ્લોબીન અને પ્લેટલેટ્સ પણ વધશે. એના માટે રોજ દાડમના જ્યુસનું સેવન કરો.

એલોવેરા

એલોવેરા ઘણી બીમારીઓથી છુટકારો અપાવવામાં રામબાણ છે. એ ડેન્ગ્યુના તાવને પણ સરળતાથી ખતમ કરી શકે છે. એના માટે એલોવેરા પલ્પને મિક્સરમાં નાખીને પીસી લો અને રોજ એના જ્યુસનું ખાલી પેટ સેવન કરો.

હળદર

હળદરમાં એન્ટીસેપ્ટિકની સાથે સાથે એન્ટી ઓક્સીડેંટ જેવા ઘણા ગુણ મળી આવે છે. જે તમારી ઈમ્યુન સીસ્ટમને મજબુત કરવાની સાથે સાથે પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે. એના માટે રોજ રાત્રે સૂતા પહેલા દુધમાં હળદર ઉમેરીને એનું સેવન કરો.

કોળું

કોળું સરળતાથી દરેક જગ્યાએ મળી જાય છે. એના રસનું સેવન કરીને પણ તમે તેજીથી પ્લેટલેટ્સ વધારી શકો છો કારણકે એમાં ભરપુર માત્રામાં વિટામીન કે મળી આવે છે. એટલે રોજ ૧૫૦ એમએલ કોળાનો રસ મધ સાથે લો.

ઘઉંના જવારા

ઘઉંના જવારાનું જ્યુસ સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. એ સાથે જ એ પ્લેટલેટ્સ વધારવામાં પણ મદદ કરે છે. એટલે રોજ ૧૫૦ એમએલ ઘઉંના જવારાનું જ્યુસ પીવો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube