સામાન્ય રીતે લોકો એવું જ માનતા હોય છે કે સેક્સ કરવું સ્વાસ્થ્ય માટી નુંકશાનકારક હોય છે પરંતુ આ વાત ખોટી છે. સેક્સ મહિલાઓ માટે લાભદાયક હોય છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક સંશોધનમાં સામે આવ્યું છે કે, નિયમીત રૂપે સેક્સ માણનારી મહિલાઓ વસ્તુઓ અને શબ્દોને યાદ રાખાવની ક્ષમતામાં વધારો થાય છે.
કેનેડાના મોન્ટ્રિયાલ સ્થિત મેકગિલ યૂનિવર્સિટીના શોધકર્તાઓએ આ રિસર્ચ કર્યું હતું. જેમાં જાણવા મળે છે કે, PVI એટલે કે પીનાઈલ-વજાઈએનલ ઈંટરકોર્સ યુવાન મહિલાઓ અને મેમરી ફંક્શન એટલે કે યાદશક્તિ પર સકારાત્મક અસર કરે છે અને તેની યાદ રાખવાની ક્ષમતામાં વધારો થાય છે.
આ રિસર્ચ માટે સંશોધનકર્તાઓએ 18 થી 29 વર્ષની વચ્ચે 78 હેટ્રોસેક્શુઅલ મહિલાઓને એક કમ્યૂટરાઈઝ્ડ મેમરી paradigmને પુરૂ કરવા કહ્યું જેમાં કેટલાક કાલ્પનિક શબ્દ અને ચહેરા શામેલ હતાં. આર્કાવ્શ્હ ઓફ સેક્શુઅલ બિહેવિયર નામની એક જર્નલમાં પ્રકાશીત થયેલા રિસર્ચના પરિણામો પણ દર્શાવે છે કે, નિયમિતરૂપે સેક્સ કરવાથી કાલ્પનિક શબ્દો યાદ રાખવનું સકારાત્મક પરિણામ હાથ લાવ્યું છે પરંતુ ચહેરાઓને યાદ રાખવામાં નહીં.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.