નિયમિત સંભોગ મહિલાઓને પથરીથી રાહત આપી શકે છે. એક સ્ટડીમાં આ જાણકારી સામે આવી છે. આ સટડીમાં કહેવામાં આવ્યું છે કે નિયમિત રીતે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત સંભોગથી મહિલાઓની કિડની સ્ટોનનું સંપૂર્ણ રીતે નિરાકરણ લાવી શકાય છે. આમ કરવાથી સ્ટોન આરામથી શરીરમાંથી બહાર નીકળી જાય છે.
ઘણી વાર દર્દીઓને કિડની સ્ટોનની સારવાર કરવા માટે સર્જરી અને શોકવેવ થેરેપીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ હવે એક્સપર્ટનું કહેવું છે કે સંભોગ અને ઓર્ગેઝમના કારણે શરીરમાંથી જે કેમિકલ નીકળે છે તેની સાથે સ્ટોન બહાર નીકળી જાય છે.
આ રિસર્ચમાં 70 મહિલાઓને શામિલ કરવામાં આવી હતી કે જેને કિડની સ્ટોનની સમસ્યા છે. તેમાંથી 50 ટકા મહિલાઓને એક મહિના સુધી અઠવાડિયામાં 3થી 4 વખત સંભોગ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ સામે બાકી મહિલાઓને સંભોગ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.
બે અઠવાડિયા પછી નોંધાયું કે જે મહિલાઓએ નિયમિત સંભોગ કર્યું તેમાંથી 80 ટકા મહિલાઓને આ બીમારીથી રાહત મળી ગઈ. આ સામે જે સંભોગ નહોતી કરતી તેમાંથી માત્ર 51 ટકા મહિલાઓને જ આ બીમારીમાં રાહત મળી હતી.
તુર્કીની અવરસ્ય યુનિવર્સીટીએ આ સ્ટડી કરી હતી. તેને ઇન્ટરનૅશનલ યુરોલોજી અને નેફ્રોલોજી જર્નલમાં છાપવામાં આવ્યું હતું આ પહેલા અમુક સ્ટડીમા એ પણ સામે આવ્યું હતું કે અઠવાડિયામાં 3થી 4 વખત સંભોગ કરનારા પુરુષોને પણ પથરીની બીમારીમાં રાહત મળે છે.
તમને જણાવી દઈએ કે કિડનીની સમસ્યા ઘણી વાર ખુબ પીડાદાયી થઈ શકે છે આ સાથે કિડનીમાં ઈંફેક્શનનો પણ ભય રહે છે, સમય સાથે જો તેમાંથી છુટકારો કે સારવાર ન મળે તો કિડની ખરાબ થઈ શકે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.