સી.આર. પાટીલનું દક્ષિણ ગુજરાતમાં મોટું ઓપરેશન પાર પાડી રહ્યા છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ આવતી કાલે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર સુમૂલ ડેરીની ચૂંટણીમાં મોટી ઉથલ પાથલ થવા જઇ રહી છે. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

સૂત્રો અનુસાર દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ ભાજપનો ખેસ ધારણ કરશે. સોમવારે બપોરે ૩ વાગ્યે ગાંધીનગર કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ધારાસભ્ય મુકેશ પટેલ, સુમુલના ચેરમેન રાજુ પાઠક અને જિલ્લાના મહામંત્રી સંદીપ દેસાઇની ઉપસ્થિતિ વચ્ચે કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ખેડૂત અને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.

સરકારે સામે ટેકાના ભાવ, પાક વિમાની ચુકવણી તેમજ બુલેટ ટ્રેનના અસરગસ્તો સાથે રહી ભાજપ સામે બાંયો ચઢાવનાર દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ દેલાડ ખુબ જ એક્ટિવ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે. જયેશ દેલાડ છેલ્લાં ઘણાં વર્ષોથી ખેડૂતો, પશુપાલકોના પ્રશ્નો બાબતો સરકાર સામે રહી બિનરાજકીય આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લાં 20 વર્ષથી જાહેર જીવન સાથે સંકળાયેલા જયેશ દેલાડ 20 વર્ષથી સુમુલ ડેરીના ડિરેક્ટરેપદે અને 20 વર્ષથી ઓલપાડ ખરીદ-વેચાણ સંઘ સાથે પણ સંકળાયેલા છે.

રવિવારે સુરતમાં સી.આર.પાટીલ સાથે ઔપચારિક બેઠક યોજવામાં આવી હતી. જેમાં જયેશ દેલાડે ભાજપમાં જોડાવા ગ્રીન સિગ્નલ આપી દીધું હતું. આ અંગે જયેશ દેલાડે જણાવ્યું હતું કે, ખેડૂતોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવે તે માટે ભાજપમાં જોડાઇ શકું છું.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube